બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / two lakh jobs cut across automobile dealerships india last three months says industry body fada
vtvAdmin
Last Updated: 08:04 PM, 4 August 2019
ADVERTISEMENT
ફાડા અનુસાર નજીકના ભવિષ્યમાં સ્થિતિમાં સુધારની સંભાવના નથી દેખાઇ રહી જેના કારણે વધુ શો રૂમ બંધ થઇ શકે છે અને છટણીનો સિલસિલો ચાલુ રહી શકે છે. ફાડાના અધ્યક્ષ આશીષ હર્ષરાજ કાલે કહ્યું કે, વેચાણમાં ઘટાડોના કારણે ડીલરોની પાસે શ્રમબળમાં ઘટાડોનો એક વિકલ્પ બચ્યો છે.
ADVERTISEMENT
કાલે કહ્યું કે સરકારને વાહન ઉદ્યોગને રાહત આપવા માટે માલ અને સેવા કર (GST)માં ઘટાડો જેવો ઉપાય કરવો જોઇએ. એમણે કહ્યું કે 'હાલ મોટાભાગની છટણી ફ્રન્ટ એન્ડ વેચાણમાં થઇ રહી છે. પરંતુ મંદીનું આ વલણ જો ચાલુ રહે છે તો ટેક્નિકલ નોકરીઓ પણ પ્રભાવિત થઇ શકે છે.'
એ પૂછવા પર કે દેશભરમાં ડીલરશિપમાં કેટલી નોકરીઓનો ઘટાડો થયો છે, કાલેએ કહ્યું કે હાલ સુધીમાં 2 લાખ લોકોને બહાર કરવામાં આવ્યા છે. દેશભરમાં 15000 ડીલરો દ્વારા પરિચાલિત 26000 વાહન શોરૂમોમાં લગભગ 25 લાખ લોકોને પ્રત્યક્ષ રોજગાર મળી રહ્યો છે. આ પ્રકારે 25 લાખ લોકોને અપ્રત્યક્ષ રૂપે આ ક્ષેત્રમાં રોજગાર મળે છે. એમણે બતાવ્યું છે કે ગત 3 માસમાં ડીલરશીપથી લગભગ 2 લાખ શ્રમબળને ઓછુ કરવામાં આવ્યું છે.
આ પહેલા આ વર્ષે એપ્રિલ સુધીમાં 18 માસના સમયમાં દેશમાં 271 શહેરોમાં 286 શોરૂમ બંધ થયા છે. જેમા 32000 લોકોની નોકરી ગઇ હતી. 2 લાખ નોકરીઓની આ છટણી તેનાથી અલગ છે. કાલે કહ્યું કે સારા ચૂંટણી પરિણામ અને બજેટ છતા વાહન ક્ષેત્રમાં મંદી છે. આ વર્ષે માર્ચ સુધી ડીલરોને શ્રમબળમાં ઘટાડો કર્યો નહોતો, કેમકે લાગી રહ્યું હતું કે આ મંદી અસ્થાઇ છે. પરંતુ સ્થિતિમાં સુધાર નથી થયો. આ કારણે ડીલરોએ છટણી કરવાનું શરૂ કરી દીધું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.