બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two killed in an accident in Surendranagar

દુર્ઘટના / લગ્નમાં જતી કાર પર પડ્યું ટ્રેલર, જમાઈ-સસરાનું અકાળે મોત: સુરેન્દ્રનગરમાં હૈયું કંપાવે તેવો અકસ્માત

Last Updated: 04:25 PM, 2 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરમાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં બેના મોત, વણકીના પાટિયા પાસેથી પસાર થતી કાર પર ટ્રેલર પડ્યું.

  • સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં બેના મોત
  • વણકી પાટિયા પાસે કાર પર ટ્રેલર પડ્યું
  • નડિયાદ લગ્ન પ્રસંગમાં જતા પરિવારને અકસ્માત નડ્યો

રાજ્યમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યાં છે. સુરેન્દ્રનગરમાં અમદાવાદ-રાજકોટ હાઇવે પર મોટો અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયાં છે. વણકીના પાટિયા પાસેથી પસાર થતી કાર પર ટ્રેલર પડ્યું હતું.

અકસ્માતની તસવીર

કારમાં સવાર યુવક અને તેના સસરાનું ઘટનાસ્થળે મોત
લગ્ન પ્રસંગમાં જતા પરિવાર માટે આજનો દિવસ કાળ સમાન સાબિત થયો છે, કાર પર ટ્રેલર પડતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર યુવક અને તેના સસરાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે તો એક મહિલા અને બાળકને કારમાંથી ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યાં છે. જામનગરથી નડિયાદ લગ્ન પ્રસંગમાં જતા પરિવારને અકસ્માત નડ્યો છે.

ઘટનાસ્થળની તસવીર

ઘટનાસ્થળે પોલીસ કાફલો
ઘટનાસ્થળે પોલીસ કાફલો પહોંચીને ઈજાગ્રસ્તોને ક્રેન અને જેસીબી વડે કચ્ચરઘાંણ વળી ગયેલી કારમાંથી બહાર કાઢ્યાં હતાં તેમજ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં હતા. કમકમાટી ભર્યા અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં અરરાટી મચી જવા પામી હતી. અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટ્યા હતાં. 

અકસ્માતસ્થળની તસવીર


 

સંકળાયેલા મુદ્દાઓ

accident surendranagar અકસ્માત અમદાવાદ-રાજકોટ હાઇવે જમાઈ-સસરાનું મોત surendranagar
Dinesh Chaudhary
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ