બ્રેકિંગ ન્યુઝ
Vikram Mehta
Last Updated: 10:51 PM, 14 March 2023
સુખ, સમૃદ્ધિ, વૈભવ અને ઐશ્વર્યનો ગ્રહે શુક્ર 12 માર્ચના રોજ સવારે 8:13 વાગ્યે મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે અને 6 એપ્રિલ સુધી આ રાશિમાં જ રહેશે. શુક્રના ગોચરથી તમામ રાશિના જાતકો પર શું અસર થશે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
ADVERTISEMENT
મેષ
રૂપ અને આકર્ષણમાં સુધારો થશે અને નાણાંકીય લાભ થશે. દેખાડો ના કરવો જોઈએ, લોકોના મનમાં તમારા વિશે ખોટી ધારણા બંધાશે. શૈક્ષણિક મામલાઓમાં સારું પરિણામ પ્રાપ્ત થશે. પરિવારના સભ્યો સાથે સંબંધોમાં સુધારો થશે. વૈવાહિક પરિસ્થિતિમાં સારા પરિણામ મળશે.
ADVERTISEMENT
વૃષભ
શુક્ર આ રાશિના જાતકોના બારમાં ભાવમાં ગોચર કરી રહ્યો છે. આરોગ્યને પ્રાથમિકતા આપવી જોઈએ. ઓનલાઈન ખરીદી સમયે સાવધાની રાખો, છેતરપિંડી થવાની સંભાવના છે. વિદેશ જનાર વ્યક્તિઓ માટે આ ગોચર શુભ સાબિત થશે.
મિથુન
શુક્ર પાંચમાં અને બારમાં ભાવનો સ્વામી છે. રાહુ, કેતુ અને શનિનો પ્રભાવ છે, જેના પરિણામસ્વરૂપે આવકમાં વધારો થવાની સંભાવના છે. ધાર્યું પરિણામ ના મળતા ચિંતામાં વધારો થશે. ધન અને સમૃદ્ધિની સાથે સાથે બિઝનેસમાં ઉપલબ્ધિ પ્રાપ્ત થશે.
કર્ક
શુક્ર રોજગારના સ્થાન પર ગોચર કરી રહ્યો છે. ગુરુ ગ્રહ કર્મ ભાવમાં ભ્રમણ કરીને ચતુર્થ ભાવ પર દ્રષ્ટિ નાખશે. આ પરિસ્થિતિમાં સારું પરિણામ પ્રાપ્ત થસે. શુક્ર દસમ ભાવમાં ગોચર કરશે, જેના કારણે માનસિક કષ્ટ મળશે. ઠોસ રણનીતિ બનાવીને કામ કરવું જોઈએ, જેથી અસફળતા મળવાની સંભાવના ના રહે. વાદ વિવાદમાં ના પડવું જોઈએ.
સિંહ
શુક્રના ગોચરને કારણે આત્મસમ્માનમાં વૃદ્ધિ થશે. રાહુ અને કેતુની હાજરી હોવાને કારણે અતિ આત્મવિશ્વાસુ ના બનવું જોઈએ. સરકારી નોકરિયાત વ્યક્તિને પુરસ્કાર પ્રાપ્ત થસે. નસીબ સાથ આપશે. રાહુ અને કેતુને કારણે કેટલીક પરેશાનીઓ આવશે.
કન્યા
શુક્રના ગોચરને કારણે ધન સ્થાન પર દ્રષ્ટિ પડશે, જે તમારા માટે લાભદાયી છે. શુક્ર અષ્ટમ ભાવમાં ગોચર કરશે જેના કારણે તમામ સમસ્યા દૂર થશે. સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. કન્યા રાશિના જાતકોએ તમામ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે.
તુલા
શુક્રના ગોચરને કારણે સમસ્યા આવી શકે છે અને તમારા પર નકારાત્મક અસર થશે. તમારા પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે. કામ પૂર્ણ થવામાં વધુ સમય લાગી શકે છે. કોઈપણ એસાઈન્મેન્ટ પૂર્ણ કરવામાં જરૂર કરતા વધુ સમય લેવો જોઈએ. નાની નાની બાબતોનું નિવારણ લાવવા માનસિક રીતે તૈયાર રહેવું. સાવધાનીપૂર્વક કાર્ય કરવાથી સારું પરિણામ પ્રાપ્ત થશે.
વૃશ્વિક
શુક્રના ગોચરને કારણે અંગત સંબંધોમાં ખટાશ ઉત્પન્ન થશે. નોકરિયાત વ્યક્તિઓની ટીકા કરવામાં આવશે. કોઈપણ વ્યક્તિ સાથે ઝઘડો ના કરશો. આરોગ્યનું ધ્યાન રાખો અને સાવધાનીપૂર્વક વાહન ચલાવો. જીવનસાથી અને બિઝનેસ પાર્ટનર સાથે સારા સંબંધ રાખો.
ધન
શુક્રના ગોચરને કારણે સંતાનસુખ પ્રાપ્ત થશે તથા અનેક પ્રકારની રાહત પ્રદાન થશે. શિક્ષણ અને મનોરંજન ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે આ ગોચર લાભદાયી છે. પ્રેમ સંબંધ માટે આ ગોચર ફાયદાકારક માનવામાં આવે છે. ઓછી મહેનતથી પણ વધુ આવક થઈ શકે છે.
મકર
શુક્રના ગોચરને કારણે તમામ પરેશાનીઓનું નિવારણ આવશે. અનેક સમસ્યાઓથી રાહત મળી શકે છે. જે કામ ઘણા સમયથી અટકેલા છે તે કામ અને ઈચ્છા પૂરી કરવાની તક મળશે.
કુંભ
આ ગોચરને કારણે નવા સંબંધ સ્થાપિત કરવામાં અને મિત્રો પાસેથી અનેક લાભ મળી શકે છે. તમારા વિરોધીઓ તમને પરેશાન કરી રહ્યા છે, પરંતુ સફળતા તમને મળી શકે છે. તમારા આત્મવિશ્વાસ અને બહાદુરીમાં વૃદ્ધિ થશે.
મીન
મીન રાશિના જાતકો માટે આ ગોચર શુભ સાબિત નહીં થાય. તેમ છતાં શુક્ર ગ્રહ તમને અનુકૂળ પરિણામ પ્રદાન કરવાનો પ્રયાસ કરશે. તમને મનોરંજન, સંગીત તથા અન્ય ક્ષેત્રે કામ કરવાની તક મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.