રાજસ્થાનનાં અજમેર સ્થિત એક ગામડામાં ગુરૂવારનાં રોજ બીજેપી કાર્યકર્તાઓ અંદરોઅંદર જ બે જૂથ બાખડી પડ્યાં. મસુદા ગામમાં ચૂંટણી રેલી પહેલાં થયેલી આ ઘટનામાં બરાબર મારપીટ થઇ. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કઇ રીતે રેલી દરમ્યાન અંદરોઅંદર બે સમૂહ બાખડ્યાં અને અરાજકતા ફેલાવવામાં આવી.
#WATCH Rajasthan: Two groups of Bharatiya Janata Party (BJP) workers clash during a rally in Masuda, Ajmer. (11/4/19) pic.twitter.com/AMrJXTKlbg
આ ઘટના તે સમયે થઇ કે જ્યારે બંને નેતા મંચ પર હતાં અને આ દરમ્યાન પાર્ટી કાર્યકર્તાઓએ એક-બીજાને થપ્પડ મારવાની પણ કોશિશ કરી. આ ઘટનાનો વીડિયો હાલમાં બરાબર શેર કરવામાં આવી રહ્યો છે. આ પહેલાં પણ અનેક પાર્ટીઓનાં કાર્યકર્તાઓ અંદરોઅંદર બાખડ્યાં તેનો વીડિયો પણ સામે આવી ચૂક્યો છે.
#WATCH: Clash broke out between YSRCP and TDP workers in Puthalapattu Constituency in Bandarlapalli, Andhra Pradesh. Police resorted to lathi-charge pic.twitter.com/q7vxRIR0R8
ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશની તમામ 25 લોકસભા અને 175 વિધાનસભા સીટોં પર પ્રથમ ચરણમાં ગુરૂવારનાં રોજ મતદાન સંપન્ન થયું હતું. મતદાન સવારનાં સાત કલાકથી શરૂ થઇ ગયું હતું. કેટલીક સીટો પર સાંજનાં 4 કલાક સુધી, કેટલાંક સાંજનાં 5 કલાક સુધી અને કેટલીક સીટો પર 6 કલાક સુધી મતદાન થશે. અનંતપુરમાં ઝપાઝપી વચ્ચે ટીડીપી નેતા એસ ભાસ્કર રેડ્ડીનું મોત થઇ ગયું હતું. પાર્ટીએ આ ઘટના માટે વાઇએસઆર કોંગ્રેસને જવાબદાર ઠહેરાવેલ છે.