Two complaints of misconduct in a single day crime increase in Gujarat
ક્રાઈમ /
ગુજરાત બન્યું ક્રાઈમ હબ ! એક જ દિવસમાં દુષ્કર્મની બે ફરિયાદ, વાપીમાં યુવતીના અપહરણ બાદ માંગી 30 લાખની ખંડણી
Team VTV04:54 PM, 10 Oct 21
| Updated: 05:05 PM, 10 Oct 21
જે રીતે ગુનાખોરીના કિસ્સાઓ વધી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે હવે ગુજરાત ગુનાખોરી તરફ ધકેલાય રહ્યું છે, રાજ્યમાં હત્યા, અપહરણ, દુષ્કર્મ, મારામારીની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે
જૂનાગઢમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ મામલે ફરિયાદ
વડોદરામાં તબીબ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ
વાપીમાં યુવતીના અપહરણ બાદ માંગ્યા 30 લાખ
ગુજરાત હવે ક્રાઈમ હબ બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે,જેવી રીતે રાજ્યમાં ગુનાખોરીના કિસ્સાઓ વધી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે હવે ગુજરાત ગુનાખોરી તરફ ધકેલાય રહ્યું છે છેલ્લા કેટલાક દિવસોમાં હત્યા, દુષ્કર્મ અને અપહરણ બનાવો વધ્યા છે ત્યારે રાજ્યમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે.
ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ
જૂનાગઢમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શાળાના શિક્ષકે જ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે, જૂનાગઢમાં માળીયા તાલુકામાં શાળા શિક્ષકે વિદ્યાર્થિનીને વિવિધ જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા ચકચાર મચ્યો છે, વિદ્યાર્થિનીએ શિક્ષક સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધતા સમગ્ર મામલો સામે આવ્યો જેમાં પોલીસે તમામ આરોપીની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં તબીબ સામે દુષ્કર્મની ફરિયાદ
જ્યારે આ તરફ વડોદરામાં પણ સયાજી હોસ્પિટલના રેસીડન્ટ તબીબ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પરિણીતાએ તબીબ મિતુલ ભાલોડિયા સહિત સહિત ચાર લોકોના સામે ફરિયાદ નોંધાવી હતી. મહત્વનું છે કે પરિણીતા હોસ્પિટલમાં તબીબના પરિચયમાં આવી હતી જે બાદ પરિણીતાને હોસ્પિટલમાં રાખવા માટે તબીબે કેન્સરના ખોટા રિપોર્ટ બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવતીનું અપહરણ કરી 30 લાખની ખંડણી માંગી
શહેર અને રાજ્યામાં ક્રાઈમ રેટ વધ્યો છે ત્યારે વલસાડના વાપીમાં પણ યુવતીનું અપહરણ કરાયાની ઘટના સામે આવી હતી. જેમાં અપહરણ બાદ 30 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવતા સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે યુવતીને અપહરણકારોના ચુગંલમાંથી મુક્ત કરાવી હતી. વાપી ટાઉન પોલીસ, સહિત LCB અને SOG પોલીસની સંક્યુત કામગીરીથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આી હતી, જ્યારે એક આરોપી ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
શહેરમાં હત્યાની ત્રણ ઘટનાઓ સામે આવી
રાજ્યમાં ક્રાઈમ રેટમાં વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે નવરાત્રી ટાંણે જ અમદાવાદ શહેરમાં હત્યાની ત્રણ ઘટનાઓ સામે આવી છે, છેલ્લા બે થી ત્રણ દિવસમાં હત્યાના ત્રણ બનાવો સામે આવ્યા છે તે જોતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, ગુનેગારોને પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અને નાગરિકોની સલામતીને જોખમમાં મુકાઈ છે ત્યારે નાગરિકોની સુરક્ષા અને સલામતીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં વધ્યું ક્રાઈમનું પ્રમાણ
શહેરમાં અસારવા, વટવા, અને મોટેરા રોડ પર શહેરના નાગરિકોની નિર્મમ હત્યા કરી દેવામાં આવી. વટવામાં ઘરકંકાસમાં સાળાએ જ બનેવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જ્યારે મોઢેરા રોડ પર શાકભાજીનો ધંધો કરતા ગરીબ સાથે ધંધા બાબતે બોલાચાલી થતા તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ તરફ અઠવાડિયા પહેલા જ અમદાવાદના આનંદનગર વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરી દેવામાં આવી હતી.યુવક પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા હતા જેમાં સંજય ધોબી નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, આનંદનગરના હરણ સર્કલ પાસે આવેલા તૃષા ફ્લેટમાં યુવકની હત્યા કરાયાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.