બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / two children death after drown in Stitch at halwad morbi devlia

મોરબી / દેવળીયા ગામે ખેતમજૂરના 3 અને 5 વર્ષના દીકરાઓ ટાંકામાં ડૂબી જતા મૃત્યુ, ભાંગી પડ્યો પરિવાર

Dhruv

Last Updated: 07:03 PM, 13 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હળવદ પંથકમાં મોરબીના દેવળીયા ગામે પાણીના ટાંકામાં ડૂબી જવાથી બે બાળકોના મોત થતા ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો

  • દેવળીયા ગામે પાણીના ટાંકામાં ડૂબી જવાથી 2 બાળકોનાં મોત
  • ખેત શ્રમિકોના 3 અને 5 વર્ષના દીકરાઓના મૃત્યુથી ગામમાં શોકનો માહોલ
  • હાલમાં આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ

આજે હળવદ પંથકમાં મોરબીના દેવળીયા ગામે પાણીના ટાંકામાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે. જેથી પરિવારજનમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. ખેત શ્રમિકોના 3 અને 5 વર્ષના દીકરાઓના મૃત્યુથી ગામમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો છે. લાંબા સમયની શોધખોળ બાદ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતાં. હળવદ પોલીસે આ ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ ઘટનાને લઇને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ છે.

મહેસાણાના બે ભાઇ કેનેડાના સમુદ્રમાં ડૂબતા તેમાંથી 1નું મોત નીપજ્યું

બીજી બાજુ મહેસાણાના બે ભાઇ કેનેડાના સમુદ્રમાં ડૂબતા તેમાંથી 1નું મોત નીપજ્યું છે તો આ તરફ ભાવનગરની સુકાવો નદીમાં પણ એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. મહેસાણાના બે ભાઇ કેનેડાના સમુદ્રમાં ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. ઝરીન બારોટ નામનો યુવક તેના ભાઈ સાથે સમુદ્રની નજીક આવેલી ઊંચાઈ વાળી જગ્યા પર ગયા હતા, જ્યાંથી અચાનક  પગ લપસતા એક ભાઇ સમુદ્રમાં ડૂબ્યો હતો. જેને જોઇ બીજો ભાઈ પણ સમુદ્રમાં કૂદયો હતો અને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનામાં ઝરીન બારોટ નામના યુવકનું સમુદ્રમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે જ્યારે બચાવવા ગયેલ ભાઇની હાલત ગંભીર છે જે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. બનાવની જાણ મહેસાણામાં રહેતા માતા-પિતાને થતાં પરિવાર શોક મગ્ન બન્યો છે. માતા-પિતા કેનેડા જવા રવાના થયા છે

ભાવનગરમાં પણ એક યુવક ડૂબ્યો

બીજી તરફ  ભાવનગરની સુકાવો નદીમાં ડૂબી જતા યુવકનું મૃત્યુ થતાં એરેરાટી વ્યાપી છે. પશુ ચરાવા ગયેલા યુવાનનું નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. બળદ યુવકને પાણીમાં ખેંચી જતા તે ડૂબવા લાગ્યો હતો. નાના ભાઈની નજર સામે જ મોટાભાઈનું મોત થયું છે. 

ઉપરોક્ત બંને ડૂબવાની ઘટનામાં એક ભાઈની સામે બીજાનું મોત થયું છે. 2 ઘટનામાં ડૂબી જવાથી મોતને ભેટલા બંને યુવકોના પરિવાર પર હાલ આફત તૂટી પડી છે. ઓચિંતી વિદાયથી સંબંધીઓ પણ શોકમગ્ન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ