વિજાપુર APMCની ચૂંટણીના પડઘમ વચ્ચે વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં ચૂંટણીને કારણે એક ભાઈએ બીજા ભાઈને મારી નાખવાની ધમકી આપી
વિજાપુર APMC ચૂંટણીને લઈ માહોલ ગરમાયો
ચૂંટણીને કારણે એક ભાઈએ બીજા ભાઈને મારી નાખવાની ધમકી આપી
કોંગ્રેસના ટેકાથી ઉમેદવારી કરતાં રમણિક પટેલને મદદ કરતા હતા નાના ભાઈ
ચૂંટણીનું રાજકારણ પરિવારમાં, નાના ભાઈ ઉપર મોટા ભાઈ બગડ્યા
ફોન કરી આપી દીધી સંબંધ કાપી નાખવાની ધમકી
મહેસાણા જિલ્લાના વિજાપુરની APMC ચૂંટણીને લઈ માહોલ ગરમાયો છે. વિગતો મુજબ આ વખતે બે પૂર્વ ધારાસભ્યો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. આ તરફ હવે રમણિકભાઈ પટેલની ઉમેદવારી મામલે ભાજપ અગ્રણીની એક ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. પ્રાથમિક વિગતો મુજબ આ ઓડિયો ક્લિપમાં ઉમેદવારી નોંધાવવા મામલે બે ભાઈઓ બાખડ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ અસારવા વોર્ડ ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ અને તેમના ભાઈ મુકેશ પટેલ વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હડકંપ મચી ગયો છે. જોકે VTV ન્યૂઝ આ ઓડિયો ક્લિપની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.
વિજાપુર મામલતદાર કચેરી- ફાઇલ તસવીર
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુરમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની હાર થઈ છે. જોકે હવે વિજાપુર એપીએમસી કબજે કરવા ભાજપે કમરકસી છે. જોકે હવે જેમ-જેમ વિજાપુર માર્કેટયાર્ડની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ હવે રાજકારણ ગરમાયું છે. હાલમાં વિજાપુર એપીએમસી ની ચૂંટણીના માહોલમાં એક ઓડિયો ક્લિપ વાયરલ થતાં ગરમાવો આવી ગયો છે. વિગતો મુજબ આ ઓડિયો ક્લિપમાં ચૂંટણીને કારણે એક ભાઈએ બીજા ભાઈને મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.
વિજાપુર APMC
જાણો શું છે સમગ્ર મામલો ?
વિજાપુર એપીએમસી ની ચૂંટણીના પડઘમ વચ્ચે હવે રમણિકભાઈ પટેલની ઉમેદવારી મામલે ભાજપ અગ્રણીનો ઓડિયો વાયરલ થયો છે. મહત્વનું છે કે, ઉમેદવારી નોંધાવવા મામલે બે ભાઈઓ બાખડયા હોવાનું સામે આવ્યું છે. હાલમાં અસારવા વોર્ડ ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ અને તેમના ભાઈ મુકેશ પટેલ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. વિગતો મુજબ મુકેશ પટેલે રમણિક પટેલ નામના વ્યક્તિ પાસે વિજાપુર એપીએમસીમાં ફોર્મ ભરાવ્યું હોવાનું સામે આવ્યું છે.
ચૂંટણીના રાજકારણમાં બે ભાઈઓ બાખડ્યા
વિજાપુરમાં કોંગ્રેસના ટેકાથી રમણિક પટેલ હાલ ચૂંટણી લડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે રમણિકભાઈને મદદ કરતા નાના ભાઈ ઉપર મોટા ભાઈ બગડ્યા હોય તેવી એક ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ઓડિયો ક્લિપમાં સંબધ કાપી નાખવાની ધમકી અપાઈ છે. આ સાથે ચૂંટણીને કારણે એક ભાઈએ બીજા ભાઈને મારી નાખવાની પણ ધમકી આપતા મામલો ગરમાયો છે. જોકે VTV ન્યૂઝ આ ઓડિયો ક્લિપની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.