two brothers are cheating step mother and sister in ahmedabad
છેડતી /
ઘોર કળિયુગઃ અમદાવાદના આ કિસ્સો ચોંકાવનારો, બે ભાઈઓએ સાવકી મા-બહેનની છેડતી કરી
Team VTV04:07 PM, 01 Jan 20
| Updated: 10:21 PM, 01 Jan 20
નવા નરોડામાં રહેતાં માતા અને બહેનને સાવકા બે દીકરાએ પેન્ટ ઉતારીને અશ્લીલ હરકત-છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદમાં ફરી છેડતીની ઘટના
સાવકી માતા સામે દીકરાએ કરી બીભત્સ હરકત
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
નવા નરોડામાં રહેતી મહિલાએ તેના સાવકા બે દીકરા વિરુદ્ધમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ કરી છે. મહિલા પતિની બીજી પત્ની છે, તેમની પ્રથમ પત્નીનું અવસાન થયું હતું. મહિલા તેની ર૧ વર્ષની દીકરી સાથે રહે છે. મહિલાના પતિની પ્રથમ પત્નીને ચાર સંતાન છે, તેમાંથી બે દીકરા છે.
સાવકી માતા અને બહેનની કરી છેડતી
તા ૯ ડિસેમ્બરના રોજ માતા અને દીકરી તેમની ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ કૃષ્ણનગર ખાતે બપોરના બે વાગ્યાની આસપાસ ઓફિસમાં બેઠાં હતાં. આ દરમિયાન તેમના બે સાવકા દીકરા રાકેશસિંઘ અને મનોજસિંઘે ઓફિસમાં આવીને માતા અને બહેનને કહ્યું કે તમે અહીંયાં કેમ આવીને બેઠાં છો. તેઓ આમ કહીને બીભત્સ ગાળો બોલ્યા હતા. ત્યાર બાદ રાકેશે પેન્ટ ઉતારીને માતા અને બહેનની છેડતી કરી હતી.
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ
તે પછી બંને ભાઈએ ધમકી આપી હતી કે હવે તલવાર પણ ચાલશે, કટ્ટા પણ આવશે અને તમે બંને એક્ટિવા પર જતાં હશો ત્યારે ટક્કર પણ મરાવી દઇશું તથા જાનથી મારી નાખીશું તેમ કહેતાં માતા અને બહેને સાવકા ભાઈઓ વિરુદ્ધમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.