બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / ખ્રિસ્તી ધર્મમાં બે બાઈબલ, ભગવાન ઈસુના જન્મની અલગ-અલગ ઉજવણી, જાણો કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ વચ્ચે શું સંબંધ?

christmas 2024 / ખ્રિસ્તી ધર્મમાં બે બાઈબલ, ભગવાન ઈસુના જન્મની અલગ-અલગ ઉજવણી, જાણો કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ વચ્ચે શું સંબંધ?

Nidhi Panchal

Last Updated: 04:01 PM, 9 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખ્રિસ્તી સમાજમાં પણ બે અલગ-અલગ પંથ આવેલા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ બેમાંથી એક પંથ ઈસનુના જન્મની ઉજવણી કરે છે જ્યારે બીજા પંથના લોકો નાતાલની ઉજવણી કરતા નથી. ચાલો તે પાછળનો રોચક ઈતિહાસ જાણીએ..

25 ડિસેમ્બર એટલે સૌ કોઈ જાણે છે કે વિશ્વભરમાં નાતાલના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન ઈસુનો જન્મ કેવી રીતે થયો તે તમામ લોકો જાણે જ છે અને ખ્રિસ્તી ધર્મના લોકો ભગવાન ઈસુના જન્મદિવસની ઉજવણી કરે છે. આમ તો આ તહેવાર હિંદુ ધર્મનો નથી પરંતુ દરેક ધર્મ માટે માન આપીને આ તહેવારની ઉજવણી કરતા કરીએ છીએ. આ દિવસે આખો ખ્રિસ્તી સમાજ ભગવાન ઈસુને સુખ શાંતિ માટે પ્રાર્થના કરતા હોય છે.

christmas-tree.jpg

આ દિવસે દરેક ચર્ચમાં જાણે દિવાળી આવી ગઈ હોય તેવો માહોલ જોવા મળે છે. જો કે રસપ્રદ વાત એ છે કે, આપણા હિંદુ ધર્મમાં જેમ અલગ-અલગ જાતિ હોય છે જેવી કે, જૈન, વૈષ્ણવ, બ્રાહ્મણ, પાટીદાર, અન્ય અને તેમના કેટલાક તહેવારો પણ અલગ હોય છે. તેવી જ રીતે ખ્રિસ્તી સમાજમાં પણ બે અલગ-અલગ પંથ આવેલા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ બેમાંથી એક પંથ ઈસનુના જન્મની ઉજવણી કરે છે જ્યારે બીજા પંથના લોકો નાતાલની ઉજવણી કરતા નથી. ચાલો તે પાછળનો રોચક ઈતિહાસ જાણીએ..

લગભગ 16મી સદીની શરૂઆતમાં બે પંથમાં વિભાજન થયું

ખ્રિસ્તી ધર્મમાં લગભગ 16મી સદીની શરૂઆતમાં એક કેથોલિક તો બીજો પ્રોટેસ્ટન્ટ પંથમાં વિભાજન થયું હતું. અમદાવાદમાં આવેલી સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ મણિનગર ચર્ચના પાદરીના કહેવા અનુસાર 'તે સમયે માર્ટિન લ્યુથરે પોપની અઘીકારનો વિરોધ કર્યો હતો અને બાઈબલના આધારે શ્રદ્ધા અને ઊંચી ધાર્મિક અભિગમ બનાવ્યા હતા. એ પછીથી, કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ ધર્મોમાં તફાવતો વધ્યા, અને આ વિભાજન આજે પણ ચાલુ છે.

church--of-jerusalem.jpg

જો કે પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી 25 ડિસેમ્બરના રોજ નાતાલ પર્વની ઉજવણી કરતા નથી, પરંતુ તે દિવસે ચર્ચ ખુલ્લા રાખતા હોય છે.' ચર્ચના પાદરી વધુમાં જણાવે છે કે 'પ્રોટેસ્ટન્ટ માનતા નથી કે 25 ડિસેમ્બરે ભગવાન ઈસુનો જન્મ થયો હતો, એટલે જ અમારા ધર્મની બાઈબલ પણ અલગ છે.'

બંને પંથ નાતાલના તહેવારની જુદી રીતે કરે છે ઉજવણી

કેથોલિક અને પ્રોટેસ્ટન્ટો નાતાલના તહેવારની જુદી-જુદી રીતે ઉજવણી કરે છે. જેમ કે કેથોલિકો 24 ડિસેમ્બરની મધ્યરાત્રિએ ભગવાન ઈસુના જન્મની ઉજવણી શરૂ કરે છે, તો પ્રોટેસ્ટન્ટો 25 ડિસેમ્બરે બપોરે નિયમિત ધાર્મિક વિધિ કરતાં હોય છે. પ્રોટેસ્ટન્ટો માને છે કે બાઈબલ ભગવાનનું એકમાત્ર પવિત્ર ગ્રંથ છે.

christmas2.jpg

તો બીજી તરફ કેથોલિકોની માન્યતાઓમાં, બાઈબલ ઉપરાંત ચર્ચની પરંપરાઓ પણ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કેથોલિકો માટે પોપ એ પવિત્ર પદ છે અને તેઓ તેને ઈસુના પ્રતિનિધિ તરીકે માને છે. તો પ્રોટેસ્ટન્ટો પોપની પ્રાધાન્યતાને માનતા નથી. તેઓ માને છે કે દરેક વિશ્વાસી આપણી જાત સાથે સીધું ભગવાન સાથે સંવાદ કરી શકે છે.

santa1.jpg

સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ મણિનગર ચર્ચના પાદરી સજીવ ખ્રિસ્તી જણાવે છે કે, 'ભલે અમે અન્ય ચર્ચની જેમ ઉજવણી કરતા નથી, પરંતુ અમે સમુદાય તરીકે તે દિવસે મળવાને એક વિશેષાધિકાર તરીકે લઈએ છીએ. અમે સૌ મળીને ચર્ચમાં પ્રાર્થના કરીએ, ગીત ગાઈએ છીએ. સાથે સાથે જરૂરિયાતમંદ લોકોને વિવિધ પ્રકારની વસ્તુઓ આપી તેમની સેવા કરીએ છીએ.' આ ઉપરાંત તેમનું એવું પણ કહેવું છે કે, 'આજના સમયમાં કેથોલિક ખ્રિસ્તીની સંખ્યા વધુ છે, જેના કારણે 25 ડિસેમ્બરે જાહેર રજાઓ મળી રહે છે. એટલે આજના સમયમાં અમે પણ આ દિવસે રજાનો લાભ લેતા હોઈએ છે.'

PROMOTIONAL 9

અમદાવાદમાં મણિનગરના સૌથી મોટું મેથોડિસ્ટ ચર્ચમાં પણ આ વર્ષે નાતાલની તૈયારી કરવામાં આવી છે. ચર્ચને જગમતી રોશનીથી શણગારવામાં આવે છે. તેમજ 25 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર સુધી ગરબા, યુથ ફેસ્ટિવલ જેવા વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવ્યું છે. પાદરીનું કહેવું છે કે 'અમે કેથોલિક છીએ, એટલે અમારા માટે આ એક મોટો પ્રસંગ અને તહેવાર છે, જેમાં લોકો એકબીજાને ભેટ-સોગાદોની આપ-લે, સંગીત, અભિવાદન આપે છે અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.'

આ પણ વાંચો : અમદાવાદમાં આવેલું છે 5000 કરતા વધુ વર્ષ જૂનું મહાદેવનું રહસ્યમય મંદિર, જ્યાં નથી કોઈ શિવલિંગ, પ્રજ્વલિત છે અખંડ જ્યોત

પાદરી વધુમાં જણાવે છે કે, 'રોમન કેથોલિક ચર્ચમાં, સાત પવિત્ર સંસ્કારો છે, જેને બાપ્તિસ્મા, પુષ્ટિકરણ, યુકેરિસ્ટ, લગ્ન, તપશ્ચર્યા, પવિત્ર હુકમો અને આત્યંતિક જોડાણ ગણવામાં આવે છે. ચર્ચ માને છે કે આ સંસ્કારો ઈસુ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા અને તેઓ ભગવાનની કૃપા પ્રદાન કરે છે. પરંતુ મોટાભાગના પ્રોટેસ્ટન્ટ ચર્ચો આમાંથી માત્ર બે સંસ્કારો માને છે બાપ્તિસ્મા અને યુકેરિસ્ટ (જેને લોર્ડસ સપર કહેવાય છે). તેઓ પ્રતીકાત્મક ધાર્મિક વિધિઓ તરીકે માનવામાં આવે છે. તેમનું માનવું છે કે દિલથી માનો તો ભગવાન સાથે સીધું જોડાણ થઈ શકે છે. આજે, 500 વર્ષ પછી, વર્તમાન ભારતમાં કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ ધર્મો વચ્ચે કેટલીક બાબતો પર સ્પષ્ટતા અને સમજ છે, પરંતુ મુખ્ય ધર્મ વિચારોથી લઈને પૂજાવિધિ સુધીના તફાવતો આજ સુધી અલગ રહે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Catholicism christmas Protestantism
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ