ઇંધણ પુરતી વખતે જાપાનમાં અમેરિકી મરીન કોર્પના બે વિમાન દૂર્ઘટનાગ્રસ્ત

By : admin 09:52 AM, 06 December 2018 | Updated : 09:52 AM, 06 December 2018
અમેરિકાના મરીન કોર્પોરેશનના બે એરક્રાફ્ટ જાપાનના તટીય વિસ્તાર પાસે ઈંધણ ભરાવતી વખતે ક્રેશ થયા. એક અમેરિકી રક્ષા અધિકારીએ જણાવ્યું કે, દુર્ઘટનાગ્રસ્ત થનારા વિમાનોમાં એક F-18 ફાઈટર જેટ અને બીજુ સી-130 ટેકર હતું. યૂરીન મરીન કોર્પોરેશન અમેરિકી આર્મ્ડ ફોર્સીસની એક બ્રાંચ છે.

મરીન કોર્પે પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, દક્ષિણ જાપાનના ઈવાકુની સ્થિત મરીન કોર્પ એર સ્ટેશન પરથી ઉડાન ભરી હતી. દુર્ઘટના બાદ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન યથાવત છે.

આ દુર્ઘટના ત્યારે થઈ કે જ્યારે વિમાન નિયમિત રીતે યોજાયેલી ટ્રેનિંગમાં ભાગ લઈ રહ્યા હતા. તો અમરિકી મીડિયા રિપોર્ટ મુજબ, સી-130 માં પાંચ ક્રૂ મેમ્બર અને એફ-18 માં બે ક્રૂ મેમ્બર હતા.

અમેરિકાના રક્ષા વિભાગના અધિકારીના જણાવ્યું કે દક્ષિણ જાપાનના ઇવાકુનીમાં આવેલ મરીન કોર એર સ્ટેશનેથી ઉડાન ભર્યાં બાદ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયા.

જો કે જાપાનના સેલ્ફ ડિફેન્સ ફોર્સના એક પ્રવક્તાએ જણાવ્યું છે કે એક વાયુ સૈનિકને બચાવવામાં આવ્યો છે જ્યારે અન્યની શોધખોળ કરવામાં આવી રહી છે. Recent Story

Popular Story