બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Twitter will also follow India's new internet media rules

ટ્વિટર Vs સરકાર / અંતે સોશિયલ 'ચકલી'એ નમતું જોખવું પડ્યું, હવે કરશે આ ફેરફાર

Arohi

Last Updated: 06:50 PM, 31 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વિટર પણ કરશે ભારતના નવા ઈન્ટરનેટ મીડિયા નિયમોનું પાલન. ટ્વિટરના પ્રવક્તાએ સોમવારે નવા નિયમોને લઈને આપ્યું નિવેદન

  • ટ્વિટર પણ કરશે ભારતના નવા ઈન્ટરનેટ મીડિયા નિયમોનું પાલન
  • નવા નિયમોનું પાલન કરવા અંગે ટ્વિટરના પ્રવક્તાએ આપ્યું નિવેદન 
  • ફેસબુક અને વોટ્સ એપ તો કરવા લાગી વેબસાઈટ અપડેટ 

ટ્વિટર પણ  ભારતના નવા ઈન્ટરનેટ મીડિયા નિયમોનું પાલન કરશે. ટ્વિટરના પ્રવક્તાએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે અમે પારદર્શિતાના સિદ્ધાંતો, દરેક અવાજને સશક્ત બનાવવા પ્રતિબદ્ધ છીએ. તેમણે જણાવ્યું કે ટ્વિટર ભારતીય કાયદા હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ગોપનીયતાની રક્ષા માટે સમર્પિત છે. 

ગુગલ અને ફેસબુકે તો નવા નિયમ પ્રમાણે વેબસાઈટ અપડેટ કરવાનું શરૂ પણ કરી દીધું 
ત્યાં જ ગુગલ અને ફેસબુક જેવી મોટી કંપનીઓએ નવા ઈન્ટરનેટ મીડિયા નિયમોના હિસાબથી પોતાની વેબસાઈટ અપડેટ કરવાની પણ શરૂ કરી દીધી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર ગુગલ, ફેસબુક અને વોટ્સએપ મોટી કંપનીઓના નવા ડિજિટલ નિયમોના અનુસાર તેની વિગતો ટેકનોલોજી મંત્રાલયને આપી છે.

નવા નિયમોમાં શુ કર્યા ફેરફાર? 
મહત્વનું છે કે નવા નિયમો હેઠળ પ્રમુખ ઈન્ટરનેટ મીડિયા કંપનીઓને ફરિયાદ નિવારણ અધિકારી, નોડલ અધિકારી અને મુખ્ય સંચાલક અધિકારી નિયુક્ત કરવાની જરૂર છે. મોટા અને મુખ્ય ઈન્ટરનેટ મીડિયા કંપનીની શ્રેણીમાં તે પ્લેટફોર્મ આવે છે જેમના યૂઝર્સની સંખ્યા 50 લાખથી વધુ છે. ફેસબુક અને વોટ્સએપ પહેલા જ રિપોર્ટ સરકાર સાથે શેર કરી ચુક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા ફરિયાદ અધિકારીઓની નિમણૂક અંગેની માહિતી આ પ્લેટફોર્મો પર અપડેટ કરવામાં આવી રહી છે. ગુગલે કોન્ટેક્ટ અસ પેજ પર જે ગ્રિયરનું નામ આપ્યું છે. તેની જાણ માઉન્ટેન વ્યૂ અમેરિકાનું છે. 

સરકાર તરફથી જાહેર કરેલા નવા ડિજિટલ નિયમો અનુસાર દરેક ઈન્ટરનેટ મીડિયા કંપનીઓને પોત પોતાની વેબસાઈટ, એપ અથવા બન્ને પર ફરિયાદ નિવારણ અધિકારી અને તેમના એડ્રેસ વિષે જાણકારી આપવાની છે. આટલું જ નહીં ફરિયાદની રીત વિશે પણ જણાવવાનું છે જેના દ્વારા યુઝર્સ પોતાની ફરિયાદ કરી શકે. 

સંકળાયેલા મુદ્દાઓ

India Twitter internet media rules ટ્વિટર Twitter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ