બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 07:34 AM, 10 August 2022
ADVERTISEMENT
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરની સેવાઓ મંગળવારે ઠપ્પ થઈ હતી. જાણકારી અનુસાર જોઈએ તો, દુનિયાભરના યુઝર્સને આ દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે કેટલાય કલાકની જહેમત બાદ સેવાઓ ફરીથી શરૂ થઈ હતી.
ટ્વિટરની સેવાઓ ઠપ્પ થતાં યુઝર્સ મોબાઈલ અથવા વેબસાઈટ એપ્લીકેશન પર ટ્વિટર એક્સેસ કરવામાં મુશ્કેલીઓ આવી રહી હતી. જો કે, આ સંબંધમાં ટ્વિટર તરફથી કહેવાયુ હતું કે, આપમાંથી અમુકને મુશ્કેલીઓ આવી રહી છે કારણ કે, ટ્વિટ લોડ થતુ નથી. પણ ટૂંક સમયમાં સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
ટ્વિટરે આઉટેજની પુષ્ટિ કરતા કહ્યું કે, અમે ફટાફટ આપને આપની ટાઈમલાઈન પર પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
હાલમાં જ ટ્વિટર સેવાઓ અમેરિકા અને યુરોપના અમુક ભાગમાં પ્રભાવિત થઈ હતી. તેની સાથે જ ભારતના કેટલાય શહેરોમાં ટ્વિટરની સાઈટ ઠપ્પ થઈ હતી. તેથી દિલ્હી, મુંબઈ સહિત દેશના કેટલાય મોટા શહેરોમાં યુઝર્સ આ રીતની ફરિયાદ કરી રહ્યા હતા.
એજન્સીના જણાવ્યા અનુસાર મોડી રાતે ટ્વિટરની સેવાઓ ફરીથી યથાવત થઈ ગઈ હતી. લગભગ અઢી કલાકે કહેવામાં આવ્યું હતું કે, સમસ્યાનું સમાધાન કરી લેવામાં આવ્યું છે. હકીકતમાં જોઈએ તો, યુઝર્સને ટ્વિટર એક્સેસ કરવામાં ભારે મુશ્કેલીઓ આવી રહી હતી. પણ સેવાઓ ઠપ્પ થતાં પોપઅપ નોટિસ દેખાઈ રહી હતી. કેટલાય યુઝર્સને આઉટેજની ફરિયાદો કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.