બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Twitter is fine, now you have to pay Blue Tick on Instagram-Facebook too! Meta announced

SHORT & SIMPLE / ટ્વિટર તો ઠીક હવે તો ઈન્સ્ટાગ્રામ-ફેસબુક પર પણ બ્લૂ ટિકના પૈસા આપવા પડશે! મેટાએ કરી જાહેરાત

Megha

Last Updated: 04:35 PM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેટાએ પ્રીમિયમ વેરિફિકેશન સર્વિસની જાહેરાત કરી છે. એટલે કે જે યુઝર્સ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર બ્લૂ ટિક મેળવવા ઈચ્છતા હોય તેઓ તેને ખરીદી શકશે

  • ઈન્સ્ટાગ્રામ-ફેસબુક પર પણ બ્લૂ ટિકના પૈસા આપવા પડશે
  • આવકમાં વધારો કરવા માટે આવી સર્વિસ શરૂ કરી 
  • આ સર્વિસને સારો પ્રતિસાદ મળશે તેવી કંપનીને આશા

થોડા સમય પહેલાં મેટાએ એ વાતની જાહેરાત કરી હતી કે તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે પેઇડ વેરિફિકેશનની સુવિધા આપશે. હવે કંપનીએ યુએસમાં તેની શરૂઆત કરી દીધી છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ પ્રીમિયમ વેરિફિકેશન સર્વિસની જાહેરાત કરી છે. એટલે કે જે યુઝર્સ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર બ્લૂ ટિક મેળવવા ઈચ્છતા હોય તેઓ તેને ખરીદી શકશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ટ્વિટરે આવી સર્વિસની જાહેરાત કરી હતી. ત્યાર બાદ હવે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ આ સર્વિસ શરૂ કરી રહ્યા છે.

કંપની પોતાની આવકમાં વધારો કરવા માટે આવી સર્વિસ શરૂ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે મેટા યુઝર્સ પોતાની બ્લૂ ટિક મેળવવા માટે બે અલગ અલગ પ્લાનમાંથી કોઈ એક સબસ્ક્રાઈબ કરી શકે છે. દુનિયાભરમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના કરોડો યુઝર્સ છે, આ સર્વિસને સારો પ્રતિસાદ મળશે તેવી કંપનીને આશા છે.

જો કોઈ યુઝર્સ આ સર્વિસ વેબ માટે ખરીદવા માગે છે તો તેણે ૧૧.૯૯ ડોલર એટલે કે ૯૯૨ રૂપિયા અને આઈઓએસ પર ખરીદવા માંગે છે તો તેણે ૧૪.૯૯ ડોલર એટલે કે ૧૨૪૦ રૂપિયા ખર્ચવા પડશે. જોકે આ સર્વિસ હાલમાં ભારતમાં શરૂ થઈ નથી. મેટાએ યુએસમાં આ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ શરૂ કરાશે. જે યુઝર્સે આ સર્વિસ શરૂ કરાવવી છે તેણે પોતાની સરકારી આઈડી સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે લિન્ક કરવી પડશે. થોડી પ્રોસેસ બાદ આ સર્વિસ શરૂ થઈ જશે.

જે લોકો આ સર્વિસને તેમના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ આઈડી પર સક્રિય કરશે તેઓ ફેસબુક દ્વારા નકલી એકાઉન્ટ બનાવવાથી સુરક્ષિત રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Blue Tick Blue Tick subscription Instagram Twitter facebook meta SHORT AND SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ