twitter is accused in the case of keeping users privacy
આરોપ /
ટ્વિટર પર ચાલ્યું ચાબુક, 15 કરોડ ડોલરનો ભરવો પડશે દંડ, પ્રાઈવસીને લઈને લાગ્યા આ ગંભીર આરોપ
Team VTV01:18 PM, 27 May 22
| Updated: 01:19 PM, 27 May 22
ટ્વીટર પર યુઝર્સની પ્રાઈવસીને લઈને ગંભીર આરોપો લાગ્યા છે. જેનાં ચાલતા હવે ટ્વીટરે 15 કરોડ ડોલરનો દંડ ભરવો પડશે. જાણો વિગતવાર
ડેટા ગોપનીયતાનાં મામલામાં ટ્વીટર પર લાગ્યા ગંભીર આરોપો
15 કરોડનો ભરવો પડશે દંડ
સુરક્ષા માટે નવા નિયમો તૈયાર કરશે ટ્વીટર
ડેટા ગોપનીયતાનાં મામલામાં ટ્વીટર પર લાગ્યા ગંભીર આરોપો
ટ્વીટર છ વર્ષથી યૂઝર્સનો ડેટા ગોપનીય રાખવામાં નિષ્ફળ રહેવા પર 15 કરોડ ડોલરનો દંડ ભરવા પર રાજી થઇ ગયું છે. ન્યાય મંત્રાલય તથા સંઘીય વ્યાપાર આયોગે ટ્વીટર સાથે વિવાદનાં નીપટારાની ઘોષણા કરતા કહ્યું કે સોશિયલ મીડિયા કંપની હવે યૂઝર્સનો ડેટા સુરક્ષિત રાખવા માટે નવા ધોરણો તૈયાર કરશે.
અમેરિકાનાં અધિકારીઓએ કહ્યું છે કે ટ્વીટરે આરોપોને નીપટવવા માટે આ રકમ આપવા પર સહેમતિ જતાવી છે. ન્યાય મંત્રાલય તથા એફટીસીએ ટ્વીટર પર ગોપનીયતાને કડક કરવાના નામે ફોન નંબર, ઈમેલની જાણકારીને પૈસા કવા માટે જાહેરાતો માટે આપવાનો આરોપ લગાવ્યો હતો. નિયામકોનો આરોપ છે કે ટ્વીટરે યુઝર્સને દગામાં રાખીને 2011નાં એફટીસી આદેશનું ઉલ્લંઘન કર્યું છે કે તે પોતાની ગેર સાર્વજનિક સંપર્ક જાણકારીને સુરક્ષિત રાખે છે.
ટ્વીટરે કર્યો ખોટો દાવો
યુએસ રેગ્યુલેટર્સે ફેડરલ મુકદ્દમામાં એવો પણ આરોપ લાગાવ્યો હતો કે ટ્વિટરે ખોટો દાવો કર્યો હતો કે તેણે યુરોપિયન યુનિયન (EU) અને સ્વિટ્ઝર્લેન્ડ સાથેના યુએસ ગોપનીયતા કરારોનું પાલન કર્યું છે. કમિશનના ચેરપર્સન લીના ખાને કહ્યું કે ટ્વિટરે સુરક્ષા હેતુઓ માટે તેનો ઉપયોગ કરવાના બહાને વપરાશકર્તાઓ પાસેથી ડેટા મેળવ્યો હતો, પરંતુ આખરે આ ડેટાનો ઉપયોગ જાહેરાત માટે વપરાશકર્તાઓને લક્ષ્ય બનાવવાના હેતુ માટે કરવામાં આવ્યો હતો.
યુઝર્સને જાણકારીનો અધિકાર
અમેરિકાનાં એટોર્ની સ્ટેફની હિન્ડસે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર પોતાની જાણકારી શેર કરનાર યુઝર્સને આ જાણવાનો અધિકાર છે કે તે જાણકારીનો ઉપયોગ જાહેરાતો માટે ગ્રાહકોને લક્ષ્ય બનાવવા માટે કરવામાં આવે છે.