દુનિયાનો મોટો માણસ જ્યારે નાના માણસનું કામ કરી નાખે ત્યારે અદ્દભુત સંયોગ સર્જાતો હોય છે. આવી ઘટનાઓ લોકોમા ખૂબ ઉત્સાહ આપતી બની રહે છે અને આવી એક ઘટનાનું ઉહાદરણ સામે આવ્યું છે.
ટ્વિટરના સીઈઓએ લંડનમાં સ્ટાફ માટે બનાવી કોફી
ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પરાગ અગ્રવાલે ગયા અઠવાડિયે લંડનમાં અનેક બિઝનેસ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. એ સમય દરમિયાન મિ. અગ્રવાલે તો સમય કાઢીને સ્ટાફને કોફી પીવડાવવા સમય કાઢ્યો. સોશિયલ મીડિયા જાયન્ટની લંડનની ઑફિસમાં અગ્રવાલ કૉફીના ઑર્ડર લેતા જોવા મળ્યા હતા. યુકેના ટ્વિટરના મેનેજિંગ ડિરેક્ટર દારા નસર પણ ફરજ પર હતા. ટ્વિટરના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર નેડ સેગલે પોતાની કોફી સાથે જવા માટે કેટલીક કૂકીઝ પીરસી હતી.
પરાગ અગ્રવાલના કોફી પીવડાવવાના કામથી કર્મચારીઓ ખૂબ ખુશ થયા છે તેઓ પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે. તેમને લાગી રહ્યું છે કે તેમને એક સાચા બોસ મળ્યાં છે.
Then a stand-up comedy show* with @DaraNasr and a framed @paraga emoji. Obvs.
પરાગ અગ્રવાલ અને એલન મસ્ક વચ્ચેના સંબંધોમાં તિરાડ
ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ એલોન મસ્કે થોડા અઠવાડિયા પહેલા એક ઓલ-હેન્ડ્સ મીટિંગમાં ટ્વિટર સ્ટાફને સંબોધન કર્યું હતું. મિસ્ટર મસ્ક સોશિયલ મીડિયા કંપની 44 અબજ ડોલરમાં ખરીદવાના હતા. મિસ્ટર મસ્કના જણાવ્યા અનુસાર, તેઓ ઇચ્છે છે કે ટ્વિટર ચીનમાં વીચેટની જેમ જ એક સુપર એપ્લિકેશન તરીકે વિકસિત થાય. ટેસ્લાના સીઈઓએ ટ્વિટર પર તેમનું અપમાન કર્યું હોવાના પરિણામે અગ્રવાલ અને મસ્ક વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી. જ્યારે તેમણે સોશિયલ મીડિયા નેટવર્ક પર સ્પામ, બોટ્સ અને ફોની એકાઉન્ટ્સ સંબંધિત વધુ માહિતી શોધી હતી.