twitter big announces paid super follows to let you charge for tweets varpat
તમારા કામનું /
Twitterની મોટી જાહેરાત : જો તમારા આટલા ફોલોઅર્સ છે તો દર મહિને કમાઈ શકો છો પૈસા, જાણો સમગ્ર વિગતો
Team VTV12:15 PM, 26 Feb 21
| Updated: 12:16 PM, 26 Feb 21
જો તમારા સોશિયલ મીડિયા પર વધારે ફોલોઅર્સ છે તો તમારા માટે મોટી ખુશખબરી છે.
ફેસબુક, યૂટ્યૂબ પણ કરી ચૂકી છે આ પેમેન્ટ સર્વિસ લોન્ચ
કમ્યુનિટી નામથી હશે ફીચર
Twitter CEO એ કર્યુ Bitcoinમાં 17 કરોડ ડોલરનું રોકાણ
હવે યુઝર્સને પૈસા કમાવાની તક મળશે
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર હવે ઈન્ટાગ્રામ, યૂટ્યૂબની જેમ તેના યુઝર્સને પૈસા કમાવાની તક મળશે. કંપનીએ પોતાના યુઝર્સ માટે મોટી જાહેરાત કરી છે. ટ્વિટરે 2 નવા ફિચરનું એલાન કર્યું છે. કંપનીના આ એલાન મુજબ હવે યુઝર્સને પોતાના ફોલોઅર્સને વધારે કન્ટેન્ટ બતાવવા અને ગ્રુપ આધારિત વિશેષ કન્ટેન્ટ બનાવવા અને ગ્રુપમાં સામેલ કરવાની સુવિધા મળશે.
જાણો દર મહિને કેટલી કમાણી થશે?
આંતરરાષ્ટ્રીય વેબસાઈટ The Verge મુજબ આમાં એક સુપર ફોલો પેમેન્ટ ફિચર હશે. જેમાં યુઝર્સને પોતાના ફોલોઅર્સને વધારે કન્ટેન્ટ સુધી પહોચાડવા પૈસા લઈ શકે છે. તેમાં બોનસ ટ્વીટ, કમ્યુનિટી ગ્રુપ સુધી પહોંચી, ન્યૂઝલેટરની સભ્યતા સામેલ છે. ટ્વીટરે સ્ક્રીનશોર્ટના માધ્યમથી જણાવ્યું છે કે કેવા પ્રકારના ટ્વિટર યુઝર્સ દર મહિને 4.99 ડોલર કમાઈ શકે છે. ટ્વિટર પોતાના યુઝર્સને પોતાના ફેન્સના માધ્યમથી કમાણીનું માધ્યમ આપવા માંગે છે. આ સુવિધા ક્યારે લોન્ચ કરશે તે અંગે કંઈ કહ્યું નથી.
ફેસબુક, યૂટ્યૂબ પણ કરી ચૂકી છે આ પેમેન્ટ સર્વિસ લોન્ચ
ઉલ્લેખનીય છે કે યુઝર્સ માટે આ દિવસો ડાયરેક્ટ પેમેન્ટ ટૂલ બહું મહત્વપૂર્ણ રહ્યુ છે. પેટ્રિયન પણ ઘણું સફળ રહ્યુ છે. ફેસબુકથી લઈને યૂટ્યૂબ અને ગિટ હબ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મસે આ પ્રકારની પેમેન્ટ સર્વિસ લોન્ચ કરી છે. હવે ટ્વીટર પણ આમાં પોતાની ભાગીદારી રાખશે. કંપનીના કહેવા મુજબ આ સબ્સક્રિપ્શન ફિચરથી કંપનીઓનું રાજસ્વ વધશે.
કમ્યુનિટી નામથી હશે ફીચર
ટ્વિટરે પોતાના આ ફીચરનું નામ કમ્યુનિટી રાખ્યુ છે. આ ઘણી હદ સુધી ફેસબુક ગ્રુપ જેવું હશે. જેમાં યુઝર્સ પોતાના મન મુજબ ગ્રુપ બનાવી શકે છે. ટ્વિટર તેમને તેમની પસંદ અનુસારના વિષયો પર અનેક ટ્વીટ બતાવશે. ઉલ્લેખનીય છે કે ફેસબુકનું આ ગ્રુપ ઘણું સફળ રહ્યું છે.
Twitter CEO એ કર્યુ Bitcoinમાં 17 કરોડ ડોલરનું રોકાણ
હાલમાં જ ટ્વિટરના સીઈઓ જેક ડોરસેની ક્રેડિટ અને પેમેન્ટ ફર્મ સ્ક્વેરે બિટકોઈનમાં 17 કરોડ ડોલરનું રોકાણ કર્યુ છે. આ ક્રિપ્ટોકરંસીમાં આના પાછળ રોકાણના 3 ગણો ફાયદો છે. કંપનીએ પોતાની ત્રીજા ભાગની આવકના રિપોર્ટમાં જણાવ્યું કે 51,236ની ઔસત કિંમત પર લગભગ 3318 બિટકોઈન ખરીદ્યા છે.