ટેકનોલોજી / હવે ટ્વિટરમાં પણ આવ્યું ફેસબુક જેવું ઇમોજીનું ફિચર

Twitter adds Facebook Messenger like emoji reactions to its Direct Messages

માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર સતત તેના પ્લેટફોર્મને યુઝર્સ ફ્રેન્ડલી બનાવવા નવા નવા ફિચર એડ કરે છે. તેમાં હવે ઇમોજીનો ઉમેરો કરવામાં આવ્યો છે. હવે ટ્વિટર યુઝર્સ મેસેજિંગમાં ઇમોજીનો ઉપયોગ કરી શકશે.જોકે અત્યારે ફક્ત સાત ઇમોજીનો જ ઓપ્શન છે. ટ્વિટરનું આ નવું ફિચર એપલના આઇમેસેજની કોપી હોવાનું કહેવાય છે. ટ્વિટરે જણાવ્યું છે કે ડાયરેક્ટ મેસેજિંગ માટે ઇમોજી તબક્કાવાર એન્ડ્રોઇડ, પીસી અને આઇફોન માટે ઉપલબ્ધ થશે. જો તમે પણ આ સુવિધાનો ઉપયોગ કરવા માંગતા હો, તો તમારે એપ્લિકેશનને અપડેટ કરવી પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ