વડોદરાની બે સગી બહેનો ગુમ થવાનાં કેસમાં નવો વળાંક આવ્યો છે. ત્યારે બંને બહેનોની ભાળ તો પોલીસને મળી ગઈ છે. પરંતું બંને બહેનોમાંથી એક બહેન સારીકાએ લગ્ન કરી લીધા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
વડોદરાની 2 સગી બહેનો ગુમ થવાના કેસમાં બહેનોની મળી ભાળ
બંને બહેનો પોતાની મરજીથી ગુમ થઈ હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો
ખેડા જિલ્લાના લીંબાસી ગામમાં બંને બહેનો હોવાનું તપાસમાં ખુલાસો
વડોદરાની 2 સગી બહેનો ગુમ થવાના કેસમાં ગત રોજ સીસી ટીવી ફૂટેજ મળ્યા હતા. જેમાં બંને બહેનોની ભાળ મળી હતી. ત્યારે પોલીસે સીસીટીવી ફુટેજનાં આધારે તપાસ હાથ ધરી હતી. ત્યારે બંને બહેનો પોતીની મરજીથી ગુમ થઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો લગાવ્યો છે. ખેડા જીલ્લાનાં લીંબાસી ગામમાં બંને બહેનો હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. ત્યારે બંને બહેનોમાંથી એક બહેન સારિકાએ લગ્ન કરી લીધા હોવાનું તપાસમાં ખુલ્યું છે. તેમજ બંને બહેનોએ તેમના પિતા જ હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. 23 વર્ષીય સારિકા અને શીતલ નામની બે બહેનો છેલ્લા 52 દિવસથી ગુમ થઈ હતી. ત્યારે 17 ફેબ્રુઆરીએ બંને બહેનો કોલેજ ગયા બાદ પરત ફરી ન હતી. ત્યારે યુવતિનાં પિતાએ કિશન સોલંકી નામના યુવક પર આરોપ લગાવ્યો હતો.
ગત બંને બહેનોનાં સીસીટીવી ફુટેજ મળી આવ્યા હતા
હરણીની બે ટ્વિન્સ બહેનો છેલ્લા 51 દિવસથી ગુમ છે. ત્યારે બંને બહેનોનાં સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. ત્યારે બંને બહેનો વડોદરાની એક દુકાનમાં અવર જવર કરતી દેખાઈ રહી છે. તેમજ બે વખત દુકાનની અંદર તેમજ બહાર સીસીટીવીમાં કેદ થવા પામી છે. ત્યારે વડોદરા પોલીસ દ્વારા સંખ્યાબંધ સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા. ત્યારે હરણીમાં રહેતી ચીમન વણકરની બે દિકરીઓ ગત તા.17 મી ફેબ્રુઆરીથી ગુમ છે. તેમજ પરિવાર 51 દિવસથી ગુમ બંને દિકરીઓને શોધવા પિતા અને પરિવાર સતત રઝળપાટ કરે છે.
બાકીનું સ્ટેટમેન્ટ અમે ક્રાઈમ બ્રાન્ચમાં આપ્યા પછી આગળ વાત કરશુંઃ યુવતિ
ત્યારે આ બાબતે યુવતિએ જણાવ્યું હતું કે અમને બરોડા ક્રાઈમ બ્રાંન્ચમાં અમને સ્ટેટમેન્ટ લેવા માટે લઈ જાય છે. અને હું મારા પતિ સાથે ક્રાઈમ બ્રાન્સમાં જાઉ છું. અમને અહીંયાથી લઈ જવાની અને જ્યાં રહીયે છીએ ત્યાં સુધીની તમામ જવાબદારી બરોડા ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફની રહેશે. એવી અમને બાંહેધરી વડોદરા ક્રાઈમ બ્રાન્ચના એસીપી રાઠોડ દ્વારા આપવામાં આવી છે. બાકીનું સ્ટેટમેન્ટ અમે ક્રાઈમ બ્રાન્ચમાં આપ્યા પછી આગળ વાત કરશું.
Vtvના અહેવાલ બાદ વડોદરા ક્રાઈમબ્રાંચ નડિયાદ પહોચી
વડોદરાની 2 યુવતીઓ શંકાસ્પદ રીતે ગુમ થવાનો મામલે VTVના અહેવાલ બાદ પોલીસ દ્વારા ટીમો બનાવીને બંને યુવતિઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. દિકરીઓના પિતાએ નડીયાદના કિશન સોલંકી પર આરોપ લગાવ્યા હતા. Vtvના અહેવાલ બાદ વડોદરા ક્રાઈમબ્રાંચ નડિયાદ પહોચી છે. અને મીલ રોડ ઉપર રહેતા આરોપી કિશન સોલંકીની કરી પૂછપરછ હાથ ધરી છે. વડોદરા ક્રાઈમબ્રાંચે એક દિકરી સાથેના સંબંધ મુદ્દે કરી પૂછપરછ. ત્યારે આરોપી કિશન સોલંકી પોતાના પર લાગેલા આરોપો ફગાવી રહ્યો છે.
ગત રોજ બંને બહેનોનાં સીસીટીવી ફુટેજ વાયરલ થયા હતા
હું ગુનેગાર હોત તો હું અહી બેફિકર થઈ ફરતો ન હોત : કિશન
ત્યારે આ બાબતે કિશને જણાવ્યું હતું કે, યુવતીઓ ગુમ થયાની ઘટનાના મહિનાઓ પહેલાથી તેનો કોઈ સંપર્ક નથી. તેમજ હું ગુનેગાર હોત તો હું અહી બેફિકર થઈ ફરતો ન હોત. ત્યારે આવતીકાલે વડોદરા ક્રાઈમબ્રાંચની ઓફિસમાં કિશનને હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. આવતીકાલે આરોપી કિશન સોલંકીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. બંને દીકરીઓના પિતાએ આરોપી કિશન પર કર્યા ગંભીર આક્ષેપ કર્યા છે. દિકરીને શારીરિક અને માનસિક ત્રાસ આપીને લગ્ન માટે દબાણ કર્યાનો પણ આક્ષેપ કર્યો છે.