બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / Tweak India in the midst of PM Modi's US tour, see what the Biden government has announced

અમેરિકા / PM મોદીના અમેરિકા પ્રવાસ વચ્ચે ભારતને જોરદાર ઝટકો, બાયડન સરકારે જુઓ શું કરી જાહેરાત

ParthB

Last Updated: 04:39 PM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાસાકી જણાવ્યું હતું કે, ઇન્ડો-પેસિફિકની સુરક્ષા માટે ગઠબંધનમાં અન્ય કોઇ દેશને સામેલ કરવામાં આવશે નહીં.

  • અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને  સાથે મળીને સંગઠન બનાવ્યું 
  • બાઈડન સરકારે  કહ્યું આ સંગઠનમાં કોઈ પણ દેશને સામેલ કરવામાં નહી આવે 
  • ચીનના વધતા પ્રભાવને અટકાવવા સુરક્ષા સંગઠનની જાહેરાત કરી 

અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને  સાથે મળીને સંગઠન બનાવ્યું

હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનનો ઘેરાબંધી કરવા માટે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનને સાથે મળીને એક નવું સંગઠનન બનાવ્યું છે જેનું નામ ઓકસ છે. અમેરિકાએ આ ત્રીપક્ષીય સંગઠનમાં ભારત અને જાપાનને સમાવેશ કરવાની સંભાવનાઓ ખારીજ કરી દીધી હતી. અમેરિકાએ સ્પષ્ટ રીતે કહી દીધું છે કે, આ નવા ગઠબંધનમાં ભારતનો સમાવેશ કરવામાં નહી આવે પરંતુ અહી એ સવાલ ઉઠે છે કે, ચીન વિરોધી ગઠબંધ ઓક્સમાં ભારતને સમાવેશ કર્યા વિના અમેરિકા હિંન્દ અને પ્રશાંત ક્ષેત્રમાં ડ્રેગનની દાદાગીરીને અમેરિકા કેવી રીતે ઓછી કરી શકશે   

બાઈડન સરકારે કહ્યું આ સંગઠનમાં કોઈ પણ દેશને સામેલ કરવામાં નહી આવે 

મહત્વનું છે કે, વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ બુધવારે સંવાદદાતા સંમેલનનમાં કહ્યું હતું કે, પાછલા અઠવાડિયે ઓક્સની ઘોષણા માત્ર સાંકેતિક નથી મને લાગે છે કે, રાષ્ટ્રપતિ જો બાઈડનને પણ ફ્રાંન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને આ જ સંદેશ આપવામાં આવ્યો છે કે ઇન્ડો-પેસિફિકની સુરક્ષા માટે રચાયેલા ગઠબંધનમાં અન્ય કોઇ દેશને સામેલ કરવામાં આવશે નહીં. સાકીને પૂછવામાં આવ્યું કે શું ભારત કે જાપાન આ જોડાણમાં સામેલ થશે, જેનો તેમણે આ જ જવાબ આપ્યો.

 ચીનના વધતા પ્રભાવને અટકાવવા સુરક્ષા સંગઠનની જાહેરાત કરી 

ઉલ્લેખનીય છે કે, 15 સપ્ટેમ્બરના રોજ અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ હિંન્દ-પ્રશાંતમાં ચીનના વધતા પ્રભાવ વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વના ક્ષેત્ર માટે નવા ત્રિપક્ષીય સુરક્ષા જોડાણ ઓક્સ (AUKUS)ની જાહેરાત કરી હતી, અને તેમના સહિયારા હિતોની રક્ષા કરવા અને સંરક્ષણ ક્ષમતાઓને વધુ સારી રીતે વહેંચવામાં મદદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પરમાણુ શક્તિ ધરાવતી સબમરીન હસ્તગત કરી. આ કરારને કારણે તેણે ફ્રાન્સ સાથેનો કરાર રદ કર્યો છે.

શું AUKUS છે 

તાજેતરમાં, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ નવા સુરક્ષા ગઠબંધન (ઓક્સ) ની જાહેરાત કરી છે. આ ગઠબંધન બાદ ઓસ્ટ્રેલિયા પરમાણુ સંચાલિત સબમરીનને સજ્જ કરી શકશે. આ જોડાણ ઇન્ડો-પેસિફિક (Indo-Pacific) અને અન્ય પ્રદેશોમાં સંબંધોને નવો દેખાવ આપશે. આ નિર્ણયથી ચીન ખૂબ નારાજ થઈ ગયું છે. તેમણે કહ્યું છે કે, તેઓ કરાર પર ચાંપતી નજર રાખશે. તે જ સમયે, આ કરારનો અમેરિકા (America), બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશો માટે અલગ અલગ અર્થ છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ