TVS મોટર કંપનીએ માર્કેટમાં પોતાની નવી 110CC બાઇક Radeon લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ નવી Radeomને શાનદાર લુક અને સ્ટાઇલમાં રજૂ કરી છે.
TVSએ નવી બાઇક રેડિયન એક્સ શો-રૂમની કિંમત 48400 રૂપિયા રાખી છે. આ બાઇકની ડિલીવરી આવતા મહિનાથી શરૂ થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
આ નવી બાઇકમાં અનેક પ્રીમિયમ ફિચર્સ આપવામાં આવ્યા છે. આ બાઇકમાં ડિજિટલ ઇન્સટ્રૂમેન્ટ પેનલ આપવામાં આવી છે. તેની સાથે બાઇકમાં સ્માર્ટ કનેક્ટ ફિચર્સની સાથે સ્પોર્ટિંગ ફિચર્સ જેવા ડેડિકેટ એપ અને સેટેલાઇટ નેવિગેશન પણ સામેલ કરવામાં આવ્યા છે.
નવી TVS Radeonમાં 109.7 CCનુ એન્જીન આપવામાં આવ્યું છે. જે 7000 rpm પર 8.2 bhpની પાવર અને 5000 rpm પર 8.7 Nmનું પીક ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં 10 લીટરની ફ્યૂલ ટેન્ક આપવામાં આવી છે. માઇલેજની વાત કરીએ તો બાઇકની માઇલેજ 69.3 કિમી/લિટર કંપનીનો દાવો છે.
TVS Radeonનું કૉન્સેપ્ટ મૉડલ પહેલી વખત 2012 ઑટો એક્સ્પોમાં રજૂ કરવામાં આવી હતી જોકે તેનું પ્રોડક્શન મૉડલ કૉન્સેપ્ટ મૉડલથી અલગ છે. કૉન્સેપ્ટ મોડલમાં 125ccનું એન્જિન છે.
TVSનો ટાર્ગેટ પહેલા વર્ષમાં 2 લાખ યુનિટ વેચવાનો છે. ભારતમાં આ બાઇકની સરખામણી હીરો સ્પ્લેન્ડરની સાથે થશે જે ભારતમાં સૌથી વધારે વેચાઇનારી મોટરસાઇકલ છે.