બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 226Kmની રેન્જ, 84km માઇલેજ, આવી ગયું દેશનું પ્રથમ CNG સ્કૂટર, જે પેટ્રોલથી પણ દોડશે

ઓટો મોબાઇલ / 226Kmની રેન્જ, 84km માઇલેજ, આવી ગયું દેશનું પ્રથમ CNG સ્કૂટર, જે પેટ્રોલથી પણ દોડશે

Last Updated: 01:30 PM, 18 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

\TVS મોટરે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025માં જયુપીટર CNG સ્કૂટર લોન્ચ કર્યું છે. આ સ્કૂટર CNG અને પેટ્રોલ બંનેથી ચાલશે. જો કે આ ક્યારે લોન્ચ થશે એ વિશે કંપનીએ હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે અને જલ્દી જ લોન્ચ કરવામાં આવશે ત્યારે ચાલો જાણીએ આના વિશે.

હવે માઇલેજની ટેન્શન થઈ જશે ખતમ કારણ કે TVS મોટર લઈને આવી રહ્યું છે કે દેશનું પહેલું CNG સ્કૂટર જે આપશે સ્ટાઇલિશ લુક સાથે 226 કિમી માઇલેજ અને બીજી ઘણી સુવિધા.

226 કિમીની રેન્જ

TVS મોટરે એક સ્કૂટર લોન્ચ કર્યું છે જેમાં 124.8 cc નું સિંગલ સિલિન્ડર એન્જિન આપ્યું છે. જેના કારણે સ્કૂટરને 5.3 કિલોવોટનો પાવર અને 9.4 ન્યૂટન મીટરનો ટોર્ક મળે છે. સ્કૂટરને પેટ્રોલ અને સીએનજી સાથે 226 કિમી સુધી ચલાવી શકાય છે.

84 કિમી માઇલેજ

સ્કૂટરનું એન્જિન તેને 80.5 કિમીની ટોચની ગતિએ ચલાવી શકે છે અને તેને 1કિલો CNGમાં 84 કિમી સુધી ચલાવી શકાય છે. તેમાં 2 લિટર પેટ્રોલ ટાંકી અને 1.4 કિલોગ્રામ CNGની ટાંકી છે.

મેક્સ મેટલ બોડી

તેમાં મેક્સ મેટલ બોડી, એક્સટર્નલ ફ્યુઅલ લિડ, આગળના ભાગમાં મોબાઈલ ચાર્જર, સેમી ડિજિટલ સ્પીડોમીટર, બોડી બેલેન્સ ટેકનોલોજી, વધુ પગની જગ્યા છે.

CNG શિફ્ટ બટન

આ CNG સ્કૂટર ETFI ટેકનોલોજી, ઇન્ટેલિગો ટેકનોલોજી, ઓલ ઇન વન લોક, સાઇડ સ્ટેન્ડ ઇન્ડિકેટર સાથે એન્જિન ઇન્હિબિટરથી સજ્જ છે. પેટ્રોલથી સીએનજીમાં શિફ્ટ થવા માટે એક અલગ બટન છે.

પહેલું CNG સ્કૂટર

તેની એક્સ-શોરૂમ કિંમત લગભગ 1 લાખ રૂપિયા હોઈ શકે છે. આ બજારમાં આવનારું પહેલું CNG સ્કૂટર પણ હશે. આવી સ્થિતિમાં, તે અન્ય કોઈ સ્કૂટર સાથે સ્પર્ધા કરશે નહીં. જોકે, લોકો પાસે સ્કૂટર અને બાઇકનો વિકલ્પ હશે.

વધુ વાંચો: આ રીતે માફ કરાવો ક્રેડિટ કાર્ડની એન્યુઅલ ફી, થશે ફાયદો, જાણો કઇ રીતે

મિડ 2025 માં લોન્ચ

તેના લોન્ચ વિશે વાત કરીએ તો, કંપનીએ હજુ સુધી સત્તાવાર રીતે કોઈ વિગતો શેર કરી નથી, પરંતુ તેને જોતાં, સ્પષ્ટ છે કે તેનું ઉત્પાદન અંતિમ તબક્કામાં હશે. જેના કારણે તેને 2025ના મધ્ય સુધીમાં લોન્ચ કરી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TVS CNG vehicle TVS Jupiter
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ