TVS મોટર કંપનીએ ભારતમાં 23 ઓગસ્ટના રોજ પોતાનું હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ કરવાની તૈયારી કરી છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર કંપનીએ આ સ્કૂટરનું નામ TVS iQube Hybrid આપેલ છે.
આ હાઇબ્રીડ સ્કૂટરે સૌથી પહેલા 2014ના ઓટો એક્સોમાં પોતાની ઓળખ પ્રાપ્ત કરી હતી. જેમાં જેમાં આસીઇ એટલે કે ઇંટરનલ કંબશન એન્જિન અને ઇલેક્ટ્રિક મોટરનું મિશ્રણ જોવા મળશે.
આપને જણાવી દઇએ કે TVSએ TVS iQube Hybrid સ્કૂટરના નામનો એક નવો ટ્રેડમાર્ક લોગો પણ રજિસ્ટર કરાવ્યો છે. આપને જણાવી દઇએ કે TVS મોટર કંપની દ્વારા ઘણા વર્ષ બાદ કોઇ નવી પ્રોડક્ટ ભારતમાં લોન્ચ થઇ રહી છે. જેમાં નવી અપડેટ RTR 160 4V Ntorq125 સ્કૂટર અને Apache RR310 બાઇકનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે TVSએ પોતાના પહેલા હાઇબ્રીડ કોન્સેપ્ટને 2010ના ઓટો એક્સપોમાં શામેલ કર્યો હતો. જે બાદ તેના પ્રોડક્શન મોડલની રાહ હતી TVS iQubeમાં 110 CC સિંગલ સિલિંડર પેટ્રોલ એન્જિન હશે સાથે જ ઇલેક્ટ્રીક મોટર પણ મળવાપાત્ર છે.
આ સ્કૂટર એક લીટરમાં 70 કિલોમીટરથી વધારે એવરેજ આપનારૂં છે. આ સ્ટાઇલિસ લૂક ધરાવતા સ્કૂટરની કિંમતને લઇને કંપની હજી વિચારણા કરી રહી છે. જો કંપની આ વાહનની કિંમત ઓછી રાખે છે તો તે વધારે ગ્રાહકોને આકર્ષી શકે છે.