tv taarak mehta ka ooltah chashmah does disha vakani come to show before navratri
ચર્ચા /
શું નવરાત્રિ પહેલા આવશે દયાબેન પરત, અસિત મોદીએ આપ્યો આ જવાબ
Team VTV09:01 AM, 12 Oct 20
| Updated: 10:24 AM, 12 Oct 20
Taarak Mehta Ka Ooltah Chashmahમાં દયા બેન એટલે કે દિશા વાકાણીને દર્શકોએ લગભગ 2 વર્ષથી જોયા નથી. હવે શોના નિર્માતા અસિત મોદીએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે શોમાં જોવા મળશે કે નહીં.
Taarak Mehta Ka Ooltah Chashmahમાં ચર્ચાઓ
દયાભાભીના પરત આવવાને લઈને અસિત મોદીએ કરી સ્પષ્ટતા
અંજલી ભાભી અને રોશન સિંહ સોઢી છોડી ચૂક્યા છે શો
છેલ્લા 12 વર્ષથી આવી રહેલો Taarak Mehta Ka Ooltah Chashmah શો દર્શકોનું મનમોહી રહ્યો છે. આ સેટ પર પાર્ટી અને નાની મોટી નોંકઝોક દર્શકોને મોહી લે છે. શોના 2 કલાકારોએ હાલમાં જ શોને અલવિદા કહ્યું છે. એક અંજલી ભાભી અને બીજા રોશન સિંહ સોઢી. લાંબા સમયથી એટલે કે લગભગ 2 વર્ષથી દયાબેન શોમાંથી ગાયબ છે. તેમના નામની ચર્ચા છે કે તેઓ નવરાત્રિમાં પરત ફરશે પરંતુ શોના નિર્માતા અસિત મોદીએ આ ખાસ સ્પષ્ટતા કરી છે.
મળતી માહિતી અનુસાર દયાબેન એટલે કે દિશા વાકાણી નવરાત્રિ પહેલાં તારક મહેતામાં પરત આવશે. દિશાના પરત આવવાને લઈને માધવી ભાભી એટલે કે સોનાલીએ કહ્યું કે મને કંઈ ખબર નથી. અમે સાંભળીએ છીએ કે દયા ભાભી આવશે. પણ આ વાતો 3 વર્ષથી થતી આવી છે. પરંતુ તે હજુ સિધી આવ્યા નથી.
શોના નિર્માતા અસિત મોદીએ આપ્યો જવાબ
શોના નિર્માતા અસિત મોદીએ આ ખબરોને લઈને જવાબ આપ્યો છે. તેઓએ કહ્યું કે હજુ સુધી કંઈ નક્કી કરાયું નથી. મીડિયા રિપોર્ટસ અનુસાર દિશાને શોમાં પરત લાવવાના તમામ પ્રયાસો મેકર્સ દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેમનો કિરદાર ખૂબ લોકપ્રિય છે અને તેના રોલમાં ફિટ પણ છે. દિશા સિવાય અન્ય કોઈ કલાકારને દર્શકો જોવાનું પસંદ કરી રહ્યા નથી.
દયાભાભીના પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે ફેન્સ
મેકર્સ ફેન્સના આ પસંદગીના કલાકારને તેમનાથી લાંબા સમય સુધી દૂર રાખવા ઈચ્છતા નથી. બધાને આશા છે કે તેઓ જલ્દી જ પરત આવશે અને તેમનો રોલ સંભાળશે. પ્રશંસકોને પણ આનંદ થશે. દર્શકો દયાબેનનો રોલ કરનારી દિશા વાકાણીની રાહ જોઈ રહ્યા છે. તેઓ જાણવા ઈચ્છે છે કે તેઓ ક્યારે પરત આવશે.