બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / 34 દિવસથી ખાવા-પીવાના ફાંફા, માથે કરોડોનું દેવું, જુઓ TMKOC ફેમ ગુરુચરણ સિંહના આ કેવાં હાલ થયા?
Last Updated: 01:14 PM, 13 August 2024
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી દરેક ભારતીયનો ફેવરિટ સિરિયલ છે. જોકે અત્યારે જુંના પાત્રો ખૂબ ઓછા રહ્યા છે છતાં પણ આજે દેશના મોટા ભાગના વ્યક્તિઓ તારક મહેતા જોઈ રહ્યા છે. તમે પણ આ સિરિયલ જોતાં હોય અને રોશન સિંગ સોઢીને ન ઓળખતા હોય એવું બને જ નહીં. આજે લોકો સિરિયલની બહાર પણ ગુરુચરણ સિંહને રોશન સિંગ સોઢીના નામ થી ઓળખે છે. આ સિરિયલમાં રોશન સિંગ સોઢીનું પાત્ર ભજવીને ગુરુચરણ સિંહે ઘરે-ઘરે પોતાની એક અલગ ઓળખાણ બનાવી છે. આ એક્ટર એપ્રિલ મહિનાથી લઈને જુલાઇ મહિના સુધી ગાયબ રહ્યા હતા, પછી જણાવ્યું કે તેમના ઉપર 1.2 કરોડનું દેવું છે. તેમણે એ પણ કહ્યું કે કામ જોઈતું છે પણ કામ મળી રહ્યું નથી. તેઓ એક એક રૂપિયા માટે તરસી રહ્યા છે.
ADVERTISEMENT
ગુરુચરણ સિંહે સિધ્ધાર્થ કન્નન સાથે વાત કરતાં સમયે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેમણે જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી કામ શોધી રહ્યો છું પણ કોઈ કામ મળતું નથી.હું મારી માતાની દેખરેખ અને દેવું ચૂકવવા માટે કામ શોધી રહ્યો છું. હું એક નવી શરૂઆત કરવા ઈચ્છું છું. રોશન સિંગ સોઢી કહે છે કે 'મારે અત્યારે પણ પૈસાની જરૂર છે અને પૈસા માંગવા પડે છે. એ તો સારું છે કે અમુક સારા લોકો મને ઉધાર આપે છે પણ મારા ડેબ્યૂ જમા થઈ રહ્યા છે. હું કામ કરવા માગું છું કેમ કે, મારા વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન રાખવા ઈચ્છું છું.' વધુમાં સોઢી જણાવે છે કે, 'મે ખોરાક ખાવાનો છોડી દીધો છે અને હું લગભગ 1 મહિનાથી લિક્વિડ પર જીવું છું. '
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે, રોશન સિંગ સોઢી છેલ્લા 34 દિવસથી ખોરાક છોડી અને ફક્ત દૂધ, ચા અને નારિયેળ પાણી જેવા લિક્વિડ પર જીવી રહ્યા છે. સોઢી કહે છે કે મને છેલ્લા ચાર વર્ષથી ફક્ત અસફળતા જ મળી રહી છે. તેમણે ઘણા અલગ-અલગ વ્યવસાય કર્યા પરંતુ તેમાં પણ અસફળતા મળી છે. તેઓ ખૂબ નિરાશા સાથે બોલ્યા કે, 'હું હવે થાકી ગયો છું.' ગુરુચરણ સિંહ જણાવે છે કે તેઓ આશ્રમ જેવા અમુક સ્થાનોથી સમોસાં કે જે કંઈ ખાવાનું મળે તેને પ્રસાદ સમજીને ખાઈને જીવે છે.
ગુરુચરણ સિંહ પર કેટલું દેવું છે?
ગુરુચરણ સિંહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેમની પર બેન્ક અને ક્રેડિટ કાર્ડ કંપનીઓનું 60 લાખ સુધીનું દેવું છે, અને અમુક સારા લોકો પાસેથી લીધેલી રકમ પણ તેટલી જ થાય છે. જેથી કુલ દેવું લગભગ 1.2 કરોડ જેટલું થાય છે.
રોશન સિંગ સોઢી થયા ગાયબ
રોશન સિંગ સોઢી એપ્રિલથી જુલાઇ સુધી ગાયબ રહ્યા હતા. આ સમય દરમ્યાન અમુક અફવાહ ઉડવા લાગી હતી કે ગુરુચરણ સિંહ પોતાની અસફળતા અને દેવાના કારણે ગાયબ થયા હતા. જો કે તેમને પીંકવિલા સાથેના ઇંટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા હતા, કોઈ અસફળતા કે દેવાના કારણે તેઓ ગાયબ નહતા થયા. આજે પણ તેમના પર દેવું તો છે જ. જે તેમણે ચૂકવવાનું પણ છે. મારો ભાગી જવાનો કોઈ ખોટો ઇરાદો પણ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.