રેકોર્ડ / રામાયણ બાદ હવે ઉત્તર રામાયણે વગાડ્યો ડંકો, છપ્પરફાડ વ્યૂઅરશિપ સાથે TRPમાં નંબર 1 બની ગયો શો

tv doordarshan Uttara ramayan is top in trp list of 17th week

કોરોના મહામારીને કારણે લોકો ઘરમાં કેદ છે, પરંતુ દૂરદર્શનના જૂના શોઝ ફરી પ્રસારિત થવાથી દર્શકોની જૂની યાદો ફરી તાજા થઈ ગઈ છે. લોકડાઉન દરમિયાન શરૂ કરવામાં આવેલા ધાર્મિક શોઝને જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે. આ શોઝ ટીઆરપીમાં પણ ધમાલ મચાવી રહ્યાં છે. વર્ષ 2020ના 17મા અઠવાડિયાની રિપોર્ટ મુજબ ઉત્તર રામાયણ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં નંબર વન શો રહ્યો છે. જ્યારે મહાભારત બીજા સ્થાન પર રહ્યું છે. ટીઆરપીના મામલે આ બંને સીરિયલ્સએ અન્ય ચેનલોને પછાડી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ