બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / tv actress shivangi kidney infection signs symptom and prevention

હેલ્થ કેર / ટીવીની દુનિયાની પ્રખ્યાત અભિનેત્રીને થયું કિડની ઈન્ફેક્શન, તમે પણ જાણી લો બીમારીના લક્ષણ અને બચાવ માટેના ઉપાય

Bijal Vyas

Last Updated: 04:52 PM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિડની ઇન્ફેક્શનની સમસ્યાનું સમય પર ધ્યાન રાખવામાં ના આવે તો તે ગંભીર બની શકે છે, તેનાથી કિડની ડાયમેજ પણ થઇ શકે છે.

  • કિડનીનું મુખ્ય કાર્ય લોહીને સાફ અને શરીરના નકામા પદાર્થને યુરિન દ્વારા શરીરની બહાર કાઢવાનું છે
  • કિડની ઇન્ફેક્શનની સમસ્યાને એન્ટીબાયોટિક્સ દ્વારા ઠીક કરી શકાય છે
  • કિડનીમાં કોઇ પણ પ્રકારની તકલીફ થવા પર યુરીનમાં બદલાવ જોવા મળે છે

તાજેતરમાં જ ટીવીની જાણીતે એક્ટ્રેસ શિંવાગી જોશીને કિડની ઇન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રીએ સોશિયલ પર એક પોસ્ટ શેર કરીને ફેન્સને આ વિશેની જાણકારી આપી. કિડની આપણા શરીરનું મહત્વ પૂર્ણ એક અંગ છે, કિડનીનું મુખ્ય કાર્ય લોહીને સાફ અને શરીરના નકામા પદાર્થને યુરિન દ્વારા શરીરની બહાર કાઢવાનું છે. 

કિડની શરીરમાં બ્લડપ્રેશરને રેગુલેટ કરવા અને લાલ રક્તકણોનુ નિર્માણ કરવાની સાથે શરીરનું પીએચ લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કિડનીમાં કોઇ પણ રીતે કોઇ તકલીફ આવવા પર અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કિડનીમાં કોઇને કોઇ સમસ્યા થવા પર શરીરમાં તેના લક્ષણ જોવા મળે છે. તેવામાં જરુરી છે કે તમે આ લક્ષણોને ઇગ્નોર કર્યા વિના તરત જ ડોક્ટર પાસે જઇને બીમારીની સારવાર કરાવો. 

કેવી રીતે થાય છે કિડનીમાં ઇન્ફેક્શન?
કિડની ઇન્ફેક્શન એક પ્રકારનું યુરિનરી ટેક્સ ઇન્ફેક્સન હોય છે. કિડની ઇન્ફેક્શન યુરીનના માર્ગ અથવા શરીરથી બહાર લઇને જનારી નળીમાં શરુ થઇ શકે છે. કિડની ઇન્ફેક્શનની સમસ્યા એક અથવા બે કિડનીઓમાં થઇ શકે છે. કિડનીની આ સમસ્યાને પાયલોનેફ્રાઇટિસના નામથી જાણીતી છે. કિડની ઇન્ફેક્શનની સમસ્યાની સમય પર સારવાર ના થાય તો બેક્ટેરિયા શરીરમાં ફેલાઇ શકે છે અને તેનાથી કિડની પણ ડેમેજ થઇ શકે છે. કિડની ઇન્ફેક્શનની સમસ્યાને એન્ટીબાયોટિક્સ દ્વારા ઠીક કરી શકાય છે, તેનાથી બેક્ટેરિયાને ફેલાવાથી રોકી શકાય છે. 

કિડની ઇન્ફેક્શનના લક્ષણ અને સંકેતઃ 

1. ચહેરા-પગ અને આંખો પર સોજા આવવાઃ 
કિડનીનું મુખ્ય કામ બિનજરુરી અને ખરાબ પદાર્થોને શરીરમાંથી બહાર કાઢે છે. પરંતુ જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરે છે તો ખરાબ પદાર્થ શરીરથી બહાર નીકળતુ નથી, જેના કારણે શરીરના પેશીઓમાં પાણી અને મીઠું તેમજ ઝેરનું નિર્માણ શરુ થાય છે. શરીરમાં આ તમામનું લેવલ વધવાથી ચહેરા, પગ અને આંખોની આસપાસ સોજો દેખાવા લાગે છે. 

2. થાકઃ 
કિડની લાલ રક્ત કણોનુ પણ નિર્માણ કરે છે, જેની ઉણપથી એનિમીયા થઇ શકે છે. કિડની માથા ઇને માંસપેશિઓ સુધી પહોંચનારા ઓક્સિજન અને પોષક તત્વોની આપૂર્તિમાં બાધા ઉત્પન્ન કરી શકે છે. જેનાથી તમે ખૂબ જ થાકનો અનુભવ કરી શકો છો. 

3. યુરીનમાં બદલાવઃ
કિડનીમાં કોઇ પણ પ્રકારની તકલીફ થવા પર યુરીનમાં બદલાવ જોવા મળે છે. સામાન્ય રીતે કિડની બ્લડને ફિલ્ટર કરવામાં મદદ કરે છે, જેનાથી મૂત્રનું ઉત્પાદન થાય છે, જેના માધ્યમથી શરીરમાં ખરાબ પદાર્થ બહાર નિકળે છે. પરંતુ જ્યારે કિડની યોગ્ય રીતે કામ ના કરે, તો પેશાબ કરતી વખતે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અમુક લોકોને વારંવાર પેશાબ થશે તેવુ લાગે છે. જ્યારે અન્યને પેશાબમાં લોહી દેખાય છે, ફિણ આવે છે વગેરે જેવી સમસ્યા થાય છે. 

4. શ્વાસ લેવામાં મુશ્કેલીઃ 
કિડની આપણા શરીરમાં ફ્લૂઇડના બેલેન્સ કરવાનું કામ કરે છે. કિડનીમાં મુશ્કેલી આવે તો ફેફસામાં ફ્લૂઇડ જામવા લાગે છે. જેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. આ દરમિયાન અમુક લોકોને છાતીમાં દુખાવાનો પણ સામનો કરવો પડી શકે છે. 

5. સ્કિન ડ્રાય થઇ જાય છેઃ 
જો તમારી સ્કિન વધારે ડ્રાય અને ખંજવાળની સમસ્યા થતી હોય તો આ પણ કિડનીની બીમારીનો એક સંકેત હોઇ શકે છે. આ બ્લડમાં મિનરલ્સ અને પોષક તત્વોના અસંતુલનનો સંકેત છે. 

આ રીતે કરો કિડની ઇન્ફેક્શનથી બચાવઃ 

  • કિડની ઇન્ફેક્શનથી બચવા હેલ્દી ડાયેટ લો
  • શરીરનું વજન યોગ્ય સીમામાં રાખો
  • મીઠાનું સેવન ઓછુ કરો
  • તમને ડાયેરિયા, ઉલ્ટી, તાવ વગેરે છે તો ડિહાઇડ્રેશનથી બચાવ માટે પાણીવાળા પદાર્થનું સેવન વધારે કરો. 
  • નિયમિત રીતે વ્યાયામ કરો
  • ધૂમ્રપાન, તમાકુ, દારુ જેવી નશીલી વસ્તુનો ઉપયોગ ના કરો
  • ડોક્ટરની સલાહ વિના દુખાવાની ગોળીઓનો ઉપયોગ ના કરો, આ કિડનીને નુકશાન પહોંચાડે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

સંકળાયેલા મુદ્દાઓ

Prevention kidney infection symptom ઇન્ફેક્શન કિડની બચવાના ઉપાય લક્ષણો હેલ્થ કેર Health care
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ