બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / 'કેન્સરની જાણ થતાં જ મારા અનેક પ્રોજેક્ટ્સ...', ટીવી એક્ટ્રેસ હિના ખાનનો ચોંકાવનારો ખુલાસો
Last Updated: 03:10 PM, 21 January 2025
'બિગ બોસ 11'ની સ્પર્ધક અને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ની ભૂતપૂર્વ અભિનેત્રી, તાજેતરમાં પોતાના કઠિન સમયમાં વિદાય આપતી માહિતી આપી છે. હિનાએ ખુલાસો કર્યો છે કે કઈ રીતે બ્રેસ્ટ કેન્સરના કારણે તેના પ્રોફેશનલ જીવનમાં પડકારોનો સામાનો કરવો પડ્યો છે.
ADVERTISEMENT
હિનાએ કહ્યું કે, "કેટલાક પ્રોજેક્ટ્સ છે જે મારે શરુ કરવા હતા, પરંતુ જ્યારે મારા કેન્સર વિશે ખબર પડી, ત્યારે મેં પ્રોજેક્ટ્સના નિર્માતાઓ સાથે વાત કરી. તેમને મારી સ્થાને બીજા કલાકારોને લઇ લીધા હતા, કારણ કે કેન્સર એક એવો રોગ છે જે ઝડપથી જતો નથી તેમાં લાંબો સમય લાગી શકે છે, અને લોકોના પ્રોજેક્ટ્સ પર સમય મર્યાદા હોય છે."
ADVERTISEMENT
આવી મુશ્કેલીઓ છતાં હિનાએ પહેલી પ્રાથમિકતા સ્વાસ્થ્ય રાખી, અને હવે તે ફરીથી સંપૂર્ણ તાકાતથી કામ પર મથામણ કરી રહી છે. હિનાએ કહ્યું, "શરૂઆતમાં આ પરિસ્થિતિ મને ખૂબ પરેશાન કરતી હતી, પરંતુ હવે હું શાંતિથી પણ આ મામલે આગળ વધી રહી છું."
હિનીના નમ્ર અને મજબૂત આત્મવિશ્વાસથી ભરી ગતિએ તેણે પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાનું ચાલુ રાખ્યું છે. હિની હવે ઘણા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. હાલમાં, હિના ખાનની નવી વેબ સિરીઝ 'ગૃહ લક્ષ્મી'ના પ્રસ્તુતિ થઈ રહી છે. આ સીરિઝ એપિક ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ રહી છે અને તેમાં ચંકી પાંડે સાથે હિનાને જોવા મળે છે.
આ પણ વાંચો : સૈફ અલી ખાન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, પત્ની અને મા લેવા આવ્યા, ચાહકોને હાશકારો
ત્યારબાદ, હિનાની ફિલ્મ 'કંટ્રી ઓફ બ્લાઈન્ડ' હવે ભારતમાં રિલીઝ થવા માટે તૈયાર છે. તે ફિલ્મ વિદેશમાં પણ ભારે ધૂમ મચાવી શકે છે. જોકે, આ ફિલ્મની રિલીઝ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. હિના ખાને આ પ્રકારે પોતાની જાતને ફરીથી મજબૂત અને ઉત્સાહિત રીતે પુરવાર કરી છે, અને તેની કહાની ઘણા લોકોને પ્રેરણા આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.