બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / TV actor Vibhu Raghave has fourth stage cancer no money for treatment these stars asked fans for help

મનોરંજન / TVના આ ફેમસ એક્ટરને છે ચોથા સ્ટેજનું કેન્સર, સારવાર માટે નથી પૈસા, આ સ્ટાર્સે ફેંસ પાસે માંગી મદદ

Arohi

Last Updated: 02:30 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી જગતના ફેમસ એક્ટરને ચોથા સ્ટેજનું કેન્સર છે. એક્ટર પાસે હવે ટ્રીટમેન્ટ માટે પૈસા પણ નથી અને ઘણા ટીવી એક્ટર્સે તેના માટે મદદમાંગી છે.

  • ટીવીના આ ફેમસ એક્ટરને થયું કેન્સર 
  • ચોથા સ્ટેજ પર છે કેન્સર 
  • સારવાર માટે એક્ટર પાસે નથી પૈસા 

અમે તમને એક એવા ટીવી એક્ટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હાલના સમયમાં એક ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આ એક્ટરને સ્ટેજ 4નું કેન્સર ડિટેક્ટ થયું છે અને તે ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે. આ એક્ટરની પાસે હવે ટ્રીટમેન્ટ માટે પૈસા નથી અને તે કેન્સરના લાસ્ટ સ્ટેજમાં છે. 

આ એક્ટરની મદદ માટે બધા ટીવી સ્ટાર્સ સામે આવ્યા છે અને તેમણે સ્ટારને એક ફંડ રેઝર પણ શરૂ કર્યું છે જેનાથી એ બધા ફેંસ પણ આ એક્ટરની મદદ કરી શકે. આ ટીવી એક્ટર ઈન્ડસ્ટ્રીના એક જાણીતા ચહેરા છે અને તેના શોને ખૂબ જ પસંદ પણ કરે છે.  

સ્ટેજ 4 કેન્સર સામે ઝઝુમી રહ્યો છે એક્ટર 
ટીવી સીરિયલ 'નિશા ઓર ઉસકે કઝિન્સ'માં કામ કરનાર એક્ટર વિભુ રાઘવે એટલે કે વૈભવ રાઘવેની વાત થઈ રહી છે. વિભુને એક રેર કેન્સર ડિટેક્ટ થયું છે જે એક સ્મોલ સેલ ટાઈપ કેન્સર છે અને સ્ટેજ 4માં છે. આ કેન્સરનું નામ ન્યૂરોએન્ડોક્રાઈન કાર્સિનોમા છે. 

સારવાર માટે નથી પૈસા, આ સ્ટારે ફેંસ પાસે માંગી મદદ 
તમને જણાવી દઈએ કે વિભુની પાસે પોતાના આ ખતરનાક અને જીવલેણ કેન્સરની ટ્રીટમેન્ટ માટે પૈસા નથી. જણાવી દઈએ કે એક્ટર મોહિત માલિક અને તેની પત્ની અદિતિ માલિક પોતાના નજીકના મિત્ર, વિભુ માટે પૈસાની મદદ માંગી છે. 

એક્ટ્રેસે સિમ્પલ કોલ અને નિશા ઓર ઉસકે કઝિન્સમાં વિભુના કો-સ્ટાર, એક્ટર મોહસિન ખાનને પણ સોશિયલ મીડિયા પર એક લાંબો મેસેજ લખીને પોતાના ફ્રેન્ડ્સ માટે મદદમાંગી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Cancer TV Actor Vibhu Raghave કેન્સર વિભુ રાઘવે Vibhu Raghave
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ