મુંબઈ / તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દર્શકોને મળશે મોટું સરપ્રાઈઝ, હવે આ અભિનેતા લેશે શોમાં એન્ટ્રી

tv actor rakesh bedi joins taarak mehta ka ooltah chashmah says i have started shooting for the show

ટીવીના સૌથી ચર્ચિત કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 12 વર્ષ પૂરા થયા છે. 2 દશકથી દર્શકોના દિલ પર રાજ કરનારા આ શોએ અલગ અલગ રીતે દર્શકોને પ્રભાવિત કર્યા છે. આ શોમાં અનેક ફેરફાર જોવા મળ્યા છે. શોની જીવાદોરી દયાબેનનો રોલ કરનારી એક્ટ્રેસ દિશા વાકાણી છેલ્લા કેટલાક સમયથી શોમાં જોવા મળી રહી નથી. હવે આ શોના દર્શકોના દિલને સરપ્રાઈઝ મળશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની કાસ્ટને એક દિગ્ગજ અભિનેતા જોઈન કરી રહ્યા છે. આ અભિનેતા કોઈ બીજું નહીં પણ પોતાની અદાકારીથી લોકોને ખુશ કરનારા રાકેશ બેદી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ