અમદાવાદ / લાક્ષાગૃહ જેવા ટ્યુશન ક્લાસીસને હવે કાયમી ધોરણે મરાશે તાળાં

Tution Classes Ahmadabad Permanently lock

સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર સુરતના ટ્યૂશન કલાસીસમાં લાગેલી ભીષણ આગમાં સ્થાનિક તંત્ર અને બિલ્ડરોના પાપે રર નિર્દોષ બાળકોનો ભોગ લેવાયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કુંભકર્ણી નિદ્રામાંથી સફાળું જાગ્યું છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ બિલાડીની ટોપની જેમ શહેરમાં ફૂટી નીકળેલા ટ્યૂશન કલાસીસને તાળાં મારવાની તેમજ ગેરકાયદે શેડ, પાર્ટિશન સહિતનાં બાંધકામને તોડી નાખવાનો મજબૂત ઇરાદો વ્યક્ત કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ