વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં વિરાટ કોહલી આઉટ થતા ભારતીઓની આશા પર પાણી ફરી વળ્યું હતું. ઇન્ડિયાને છેલ્લા દિવસે વિરાટ કોહલી પાસેથી ઘણી આશા હતી. જોકે સ્ટીવ સ્મિથે હવામાં ઉડીને કેચ પકડીને આશાને ઠગારી સાબિત કરી હતી. ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ 444 રનનો ટાર્ગેટ આપ્યો છે. જેમાં જવાબમાં ઉતરેલા કોહલીએ 49 રન બનાવ્યા હતા.ઉપરાંત ખાસ રવિન્દ્ર જાડેજા એક પણ રન બનાવ્યા વગર આઉટ થયો હતો. પરિણામે ટીમ ઇન્ડિયાની કારમી હાર થઈ હતી.
મેચમા ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહ્યા બાદ 5માં દિવસે જાણી પાડતી બેઠી હતી. ઈન્ડિયાની શરૂઆત શાનદાર રહી હતી. પ્રથમ 6 ઓવરમાં સુધી એક પણ સફળતા ઓસ્ટ્રેલિયાને મળી ન હતી. ઇનિંગની 47મી ઓવરમાં વિરાટ કોહલી સ્કોલ બોલેન્ડના બોલમાં શોટ ખેલવા જતા બોલ સ્લિપ તરફ ગયો હતો અને સ્ટીવ સ્મિથે કૂદકો મારી જબરદસ્ત કેચ પકડ્યો હતો. આ કેચને મેચનો ટંર્નિંગ પોઇન્ટ પણ કહેવામાં આવી રહ્યું છે. વિરાટનો કેચ કોહલી અને અનુષ્કા સહિત કોઈ પણ સમજી ન શક્યા હતા. તો આજ ઓવરમાં બોલેન્ડે રવિન્દ્ર જાડેજાની પણ મોટી વિકેટ લઈ લીધી હતી. રવિન્દ્ર જાડેજા વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયાની શાનદાર જીત
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત સારી રહી હતી. જોકે પાછળથી ધડાધડ વિકેટો જતા જીત ધૂંધળી બની હતી અને ઈન્ડિયા માત્ર 234ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ મેચ 209 રનથી જીતીને આઈસીસી ટ્રોફી પોતાને નામ કરી હતી.