Turmeric is not considered less than medicine for the skin effective in removing dark circles from pimples
ઉપાય /
સ્કિન માટે બેસ્ટ ઔષધી છે હળદર, આ ખાસ રીતે ઉપયોગ કરશો તો ડાર્ક સર્કલથી લઈ ખીલ થઈ જશે ગાયબ
Team VTV05:03 PM, 23 Oct 20
| Updated: 05:05 PM, 23 Oct 20
આજકાલ સ્કિન સંબંધી સમસ્યાઓ એકદમ સામાન્ય થઈ ગઈ છે. ખીલ બધાંને થતાં હોય છે. જેના કારણે ચહેરો ખૂબ જ ખરાબ દેખાય છે. આવી સમસ્યાઓ માટે લોકો બ્યૂટી ટ્રીટમેન્ટમાં હજારો રૂપિયા ખર્ચી નાખે છે. પણ જો આ બધાંમાં તમે ઘરેલૂ ઉપાય કરો તો ઘણો ફાયદો થઈ શકે છે. એવી જ એક વસ્તુ હળદર છે. તેમાં રહેલાં એન્ટીસેપ્ટિક ગુણ સ્કિન માટે બેસ્ટ છે. તેનાથી ખીલ જલ્દી દૂર થઈ જાય છે. તો ચાલો જાણી લો હળદરના બેસ્ટ સ્કિન ફાયદા અને ઉપાય.
સ્કિન માટે બેસ્ટ ઔષધી છે હળદર
હળદરમાં રહેલાં એન્ટીસેપ્ટિક ગુણ સ્કિન માટે બેસ્ટ છે
હળદરના ઉપાયથી ખીલ જલ્દી દૂર થઈ જાય છે
બેસ્ટ મોઈશ્ચરાઈઝર છે હળદર
ડ્રાયનેસ દૂર કરવા માટે સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવી જરૂરી છે. તમે જે પણ મોઈશ્ચરાીઝરનો ઉપયોગ કરો છો તેમાં ચપટી હળદર મિક્સ કરી લો. આના નિયમિત ઉપયોગથી કરચલીઓ ઓછી થાય છે.
હળદરનો ફેસપેક
સ્કિન નિખારવા માટે ફેસપેક કારગર હોય છે. 2 ચમચી દહીમાં, 1 ચમચી હળદર અને 1 ચમચી બેસન મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી ચહેરા અને ગર્દન પર લગાવી 30 મિનિટ બાદ ધોઈ લો. પછી મોઈશ્ચરાઈઝર લગાવી લો. સપ્તાહમાં બેવાર આ ફેસપેક લગાવો.
હોઠ માટે છે બેસ્ટ
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સ્કિનમાં ડ્રાયનેસ વધી જવાને કારણે હોઠ પણ ફાટી જાય છે. ચિરા પડવા લાગે છે. તેના માટે વેસલિન કે લિપ બામમાં ચપટી હળદર મિક્સ કરીને લગાવવાથી જલ્દી ફાયદો થાય છે.
ડાર્ક સર્કલ્સ માટે
અનિદ્રા અને થાકને કારણે ડાર્ક સર્કલ્સ અને આંખોમાં સોજાની સમસ્યા વધી જાય છે. તેના માટે હળદર બેસ્ટ છે. કોઈપણ એસેન્સિયલ ઓઈલમાં હળદર મિક્સ કરીને આંખો નીચે લગાવો. થોડી મિનિટ રાખી ધોઈ લો. હળદરમાં રહેલાં એન્ટીઈન્ફ્લામેટરી તત્વ આંખોમાં સોજા દૂર કરે છે.