બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:58 PM, 21 January 2025
તૂર્કિમાં આગ અને મોટી જાનહાનીની એક માઠી ખબર આવી છે. પોપ્યુલર સ્કાઈ રિસોર્ટની હોટલમાં આગ લાગતાં ઓછામાં ઓછા 66 લોકો ભડથું થઈ ગયાં હતા. ગૃહ મંત્રીએ આ માઠી ખબર આપી હતી. બોલુ પ્રાંતના કારતલકાયાના રિસોર્ટમાં આવેલી 12 માળની ગ્રાન્ડ કારતલ હોટલની રેસ્ટોરન્ટમાં રાતે 3:30 વાગ્યે આગ ફાટી નીકળી હતી.
ADVERTISEMENT
#BREAKING At least 234 guests at Grand Kartal Hotel in Kartalkaya in Bolu, Turkey where fire broke out, governor says. At least 10 dead, 32 injured. #Bolu #Kartalkaya #Turkiye #Fire pic.twitter.com/DIZWM1u8EB
— 𝐉𝐨𝐮𝐫𝐧𝐚𝐥𝐢𝐬𝐭 (@HamdiCelikbas) January 21, 2025
લોકો બારીઓમાંથી કૂદવા લાગ્યાં
ADVERTISEMENT
આગ લાગતાં રિસોર્ટમાં હાહાકાર મચ્યો હતો, બધા બચવાના માર્ગ શોધવા લાગ્યાં હતા, કેટલાક બારીઓ પરથી નીચે ખાબક્યાં હતા. કેટલાક લોકોએ ચાદર અને ધાબળાનો ઉપયોગ કરીને તેમના રૂમમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો.
The fire broke out at 03:27am local time in the 12-story hotel during a busy holiday period, with more than 230 guests present. #Turkey #turkeyfire https://t.co/v0cPvFsL2r pic.twitter.com/UIkYFNxk0k
— Shanghai Daily (@shanghaidaily) January 21, 2025
રિસોર્ટમાં 234 લોકો હાજર હતા
આગ લાગી ત્યારે રિસોર્ટની હોટલમાં 234 લોકો હાજર હતા. સ્કૂલમાં સેમેસ્ટરની રજાઓ હોવાથી રિસોર્ટ આખો બાળકોથી ભરાયેલો હતો. ઘણા બાળકોના પણ મોત થયાં છે.
Turkey: 66 people were killed overnight by a fire that engulfed a ski resort hotel in the town of Bolu pic.twitter.com/8Y0FQxR0i1
— Trey Yingst (@TreyYingst) January 21, 2025
કાર્તાલકાયા લોકપ્રિય સ્કી રિસોર્ટ
રાજધાની ઈસ્તાંબુલથી લગભગ 300 કિમી પૂર્વમાં, કોરોગ્લુ પર્વતોમાં કાર્તાલકાયા એક લોકપ્રિય સ્કી રિસોર્ટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.