ભારે કરી /
ના બોલી શકાય ના સહન થાય, ગ્લાસગોમાં PM મોદીને મળેલી સ્પેશિયલ ટ્રીટમેન્ટથી આ દેશને લાગ્યા મરચા
Team VTV12:18 PM, 15 Nov 21
| Updated: 12:20 PM, 15 Nov 21
ગ્લાસગો જળવાયુ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેવી ખાસ ટ્રીટમેન્ટને કારણે અનેક રાષ્ટ્રોના નેતાઓને મરચા લાગ્યા છે જેમાં ખાસ કરીને પાકિસ્તાનના મિત્ર તુર્કીનું નામ પ્રથમ સ્થાને છે.
જ્યારે દુનિયાના તમામ રાષ્ટ્રોના વડા ક્લાઈમેટ ચેન્જ જેવા અગત્યના મુદ્દા પર મંથન કરી રહ્યા હતા ત્યારે ભારતની સ્પેશિયલ ટ્રીટમેન્ટ જોઈને બળી રહ્યું હતું. તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને(Recep Tayyip Erdogan)નારાજગી વ્યક્ત કરી પરંતુ ખાસ કાઈ સફળતા મળી નહીં.
આ લીડર્સ માટે કરાઈ હતી અલગ વ્યવસ્થા
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ગ્લાસગો પાસે આટલા મોટા વૈશ્વિક સંમેલનની યજમાની માટે પુરતા સાધનો નહોંતા. આ કારણે યૂકેના સંમેલનમાં સામેલ થયેલા પ્રતિનિધિ મંડળો સાથે હોટલ શેર કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. તો વર્લ્ડ લીડર્સને સંમેલન સ્થળે લઈ જવા માટે બસોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે, 3 દેશ બ્રિટન, અમેરિકા અને ભારત માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ માટે ખાસ હોટલમાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી. એટલું જ નહીં, બોરિસ જ્હોનસન, બાઈડન, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 1 નવેમ્બરના રોજ કાફલા સાથે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. જેને જોઈને તુર્કીના રાષ્ટ્રપતિના હાલ બેહાલ થયાં હતા.
Erdoganને મળ્યો ઝડબાતોડ જવાબ
રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને પ્રોટોકોલમાં ભેદભાવને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તુર્કીના રાષ્ટ્રપતિએ એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો કે ભારતનું વિશેષાધિકાર પ્રાપ્ત વર્તન શું ગણવું જોઈએ? આટલું જ નહીં, વિરોધમાં તેઓ કાર્યવાહીથી દૂર રહ્યા હતા. જો કે, અધિકારીઓએ આ વિશેષ વ્યવસ્થાને યોગ્ય ઠેરવતા તુર્કીને યોગ્ય જવાબ આપ્યો હતો. નોંધપાત્ર રીતે, ભારતે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ શરૂ કર્યું છે. પીએમ મોદીએ વર્ષ 2070 સુધીમાં દેશ વતી નેટ ઝીરો ઉત્સર્જનનું વચન આપ્યું છે.
તુર્કીના રાષ્ટ્રપતિને કંઈ સમજાયું નહીં
બ્રિટિશ અધિકારીઓ દ્વારા તુર્કીના રાષ્ટ્રપતિને સમજાવવામાં આવ્યા હતા કે ભારત વિશેષ વ્યવહારને પાત્ર છે, કારણ કે તેણે પર્યાવરણ સંરક્ષણની દિશામાં ઘણું કર્યું છે. પીએમ મોદીએ ઘણા મોટા પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે. જેમાં સ્વચ્છ ભારત અભિયાન, ઉજ્જવલા યોજના અને નમામિ ગંગે યોજના મુખ્ય છે. આ સિવાય પીએમ મોદીએ સમિટમાં ચોક્કસપણે મહત્વની ભૂમિકા ભજવી છે. જોકે, એ અલગ વાત છે કે તુર્કીના રાષ્ટ્રપતિને આ વાત સમજાઈ નહીં અને તેઓ મોઢું ચઢાવીને કરીને ફરતા રહ્યા.