બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 5થી વધુનાં મોત, 30થી વધુ ઘાયલ, પહેલા કેલિફોર્નિયા, અને હવે તુર્કીયેના રિસોર્ટમાં લાગી ભયંકર આગ
Last Updated: 12:47 PM, 21 January 2025
Turkey Hotel Fire : તુર્કીયેના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં એક સ્કી રિસોર્ટ હોટલમાં લાગેલી આગમાં છ લોકોના મોત થયા છે અને અન્ય 31 લોકો ઘાયલ થયા છે. સરકારી પ્રસારણકર્તા TRTએ મંગળવારે આ જાણકારી આપી. બોલુના ગવર્નર અબ્દુલાઝીઝ અયદિને જણાવ્યું હતું કે, બોલુના કાર્તલકાયા સ્કી રિસોર્ટમાં 11 માળની હોટલના ચોથા માળે મંગળવારે સવારે 3:30 વાગ્યે આગ ફાટી નીકળી હતી અને અગ્નિશામકો હજુ પણ તેને બુઝાવવા માટે કામ કરી રહ્યા હતા.
ADVERTISEMENT
આ સાથે તેમણે કહ્યું કે, આગનું કારણ તાત્કાલિક સ્પષ્ટ નથી થયું, પરંતુ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. રાજ્યપાલે કહ્યું કે, હોટલમાં 234 લોકો હાજર હતા. ટેલિવિઝન પર બતાવવામાં આવેલી તસવીરોમાં હોટલની છત અને ઉપરના માળે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. એવું કહેવામાં આવ્યું છે કે, 30 ફાયર એન્જિન ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા છે, જે આગ ઓલવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે જ ઘટનાસ્થળે 28 એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે, જેના દ્વારા ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
#BREAKING At least 234 guests at Grand Kartal Hotel in Kartalkaya in Bolu, Turkey where fire broke out, governor says. At least 10 dead, 32 injured. #Bolu #Kartalkaya #Turkiye #Fire pic.twitter.com/DIZWM1u8EB
— 𝐉𝐨𝐮𝐫𝐧𝐚𝐥𝐢𝐬𝐭 (@HamdiCelikbas) January 21, 2025
ADVERTISEMENT
હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી
આ સાથે હોટલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પ્રશાસને ઘણા લોકોને હોસ્પિટલમાંથી બહાર કાઢ્યા છે. જોકે કેટલાક લોકો હજુ પણ ફસાયેલા છે. સત્તાવાળાઓએ હજુ સુધી પીડિતોની ઓળખ જાહેર કરી નથી.
Tragedy strikes Turkish ski resort of Bolu!
— Facts Prime (@factsprime35) January 21, 2025
At least 3 dead, 21 injured in catastrophic hotel fire.
234 guests were in the hotel when the blaze broke out.
Emergency services on the scene.
Condolences to the families of the victims. #Türkiye #Bolu pic.twitter.com/HosweJpVFR
અમેરિકાના લોસ એન્જલસના જંગલમાં પણ લાગી હતી આગ
અમેરિકાના લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગના કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા હતા.એવું લાગે છે કે લોસ એન્જલસ સંપૂર્ણપણે નાશ પામ્યું છે. લોસ એન્જલસમાં અત્યાર સુધીમાં 12 હજારથી વધુ મકાનો અને ઈમારતો ધ્વસ્ત થઈ ચૂકી છે. આ આગમાં અત્યાર સુધીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. લોસ એન્જલસની આગની આ તબાહી ક્યારે પૂરી થશે તે કહેવું મુશ્કેલ છે. એવું માનવામાં આવે છે કે અમેરિકાના ઇતિહાસમાં આ સૌથી ભયાનક આગ છે. અમેરિકાને આજ સુધી કોઈ પણ આગમાં આટલું નુકસાન થયું નથી. નુકસાનની નાણાકીય અસર હજુ સ્પષ્ટ નથી. હવામાન ડેટા પ્રદાન કરતી ખાનગી કંપની AccuWeather એ અનુમાન લગાવ્યું છે કે નુકસાન $ 150 બિલિયન સુધી હોઈ શકે છે. જો આપણે ભારતીય ચલણમાં વાત કરીએ તો આ નુકસાન લગભગ રૂ. 1,29,29,32,91,55,000 (150 અબજ ડોલર) છે. જો કે સરકારી અધિકારીઓએ હજુ સુધી નુકસાનનો કોઈ અંદાજ આપ્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.