ઈઝરાઈલે ગાઝા બોર્ડર પર મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા
ઈઝરાઈલે 9000 હજાર સૈનિકોને તૈયાર રહેવાનું કહ્યું
ઈઝરાયલે ગાઝા બોર્ડર પર મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા
ઈસ્લામીક ઉગ્રવાદી સંગઠન હમાસ સાથે લડવા માટે ઈઝરાયલે ગાઝા બોર્ડર પર મોટી સંખ્યામાં સૈનિકો મોકલ્યા છે અને 9000 હજાર સૈનિકોને તૈયાર રહેવાનું કહ્યું છે. ગાઝા પર હમાસનો કબ્જો છે. આ દરમિયાન મુસ્લિમ દેશોના સંગઠન ‘ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિકન કો-ઓપરેશન’ના 16 મેના 57 સભ્ય દેશોના વિદેશી મંત્રીઓની બેઠક બોલાવી છે. ઓઆઈસીએ ટ્વીટ કરી કહ્યુ કે આ બેઠક સાઉદી અરબના કહેવા પર બોલાવાઈ છે.
ઈઝરાયલે ગાઝામાં ઉગ્રવાદી સુરંગોને નષ્ટ કરવાની કવાયદ હાથ ધરી
આ પહેલા ઈઝરાઈલે ઉત્તરીય ગાઝામાં ઉગ્રવાદી સુરંગોના વ્યાપક જાળને નષ્ટ કરવાની કવાયદમાં શુક્રવારે પોતાના તોપખાનામાંથી ભારે ગોળીબારી કરી. જે બાદ અનેક ફિલીસ્તીનિયોએ પોતાના બાળકો અને સામાની સાથે આ વિસ્તાર છોડી દીધો. હુમલામાં એક જ પરિવારના 6 સભ્યો પોતાના ઘરમાં માર્યા ગયા. પેલેસ્ટાઈની ઉગ્રવાદીઓએ લગભગ 1800 રોકેટ દાગ્યા અને સેનાએ 600થી વધારે હવાઈ હુમલા કર્યા જેમાં ઓછામાં ઓછી 3 ઈમારતો ધ્વસ્થ થઈ ગઈ.
ઈસ્લામિક દેશો ઈઝરાયલની કાર્યવાહીની નિંદા કરી રહ્યા છે
57 સભ્યોના ઈસ્લામિક દેશોના સંગઠન ઓઆઈસીએ પેલેસ્ટાઈનની વિરુદ્ધ ઈઝરાયલની કાર્યવાહીની નિંદા કરતા એક સંયુક્ત નિવેદન જારી કર્યુ હતુ. સંગઠનના પ્રમુખ ઈસ્લામિક દેશો સાઉદી અરબે અલગથી નિવેદન જારી કરી પેલેસ્ટાઈન પર ઈઝરાઈલની કાર્યવાગીની મોટી નિંદા કરી હતી. સાઉદી અરબના પૂર્વ યરુશલેમમાં પેલેસ્ટાઈની પરિવારને બહાર કાઢવાની ઈઝરાયલની યોજનાને નકારતા કહ્યુ તે ઈઝરાયલનિર્દોષ પેલેસ્ટાઈનીઓનો જીવ લેવાનું બંધ કરે.
મુસ્લિમ દેશો એક જૂથ કરવા સૌથી વધારે તુર્કી અને પાકિસ્તાની સક્રિય
પેલેસ્ટાઈન પર ઈઝરાયલના હુમલાની વિરુદ્ધ મુસ્લિમ દેશો એક જૂથ કરવા સૌથી વધારે તુર્કી અને પાકિસ્તાની સક્રિય છે. તુર્કીએ તો સ્પષ્ટ શબ્દોમાં કર્યુ છે કે મુસ્લિમ દેશોએ ગાઝામાં હમાસની ઈઝરાઈલની વિરુદ્ધ અભિયાનને લઈને એકજૂથતા અને સ્પષ્ટ વલણ બતાવવુ પડશે. તુર્કીએ કહ્યુ કે મુસ્લિમ વર્લ્ડને ઈઝરાઈલની વિરુદ્ધ સ્પષ્ટ નિર્ણય લેવો જોઈએ.
ફુઆત ઓકતે હમાસની સાથે ઉભા રહેવાનું આહ્વાન કર્યુ
તુર્કના ઉપરાષ્ટ્રપતિ ફુઆત ઓકતે ગુરુવારે દુનિયાના ઈસ્લામિક દેશોને એક જૂથ થવા અને ઈઝરાયલવિરુદ્ધ હમાસની સાથે ઉભા રહેવાનું આહ્વાન કર્યુ. તેમણે કહ્યુ કતે તમામ દેશો ફક્ત નિંદા કરતા રહ્યા અને કોઈ મોટા પગલા નથી ભરી રહ્યા.