બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બાંગ્લાદેશમાં તખ્તાપલટ વચ્ચે વધુ એક મુસ્લિમ દેશમાં PMને રાતોરાત હટાવાયા, મચ્યો હોબાળો

રાજનીતિ / બાંગ્લાદેશમાં તખ્તાપલટ વચ્ચે વધુ એક મુસ્લિમ દેશમાં PMને રાતોરાત હટાવાયા, મચ્યો હોબાળો

Last Updated: 12:05 PM, 8 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tunisian PM Ahmed Hachani Dismissed Latest News : બાંગ્લાદેશમાં PM શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા હતા પરંતુ આ દેશમાં તો ખુદ રાષ્ટ્રપતિએ વડાપ્રધાનને બરતરફ કરી દીધા

Tunisian PM Ahmed Hachani Dismissed : બાંગ્લાદેશમાં તખ્તાપલટ વચ્ચે વધુ એક મુસ્લિમ દેશથી મોટા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં બાંગ્લાદેશ બાદ વધુ એક મુસ્લિમ દેશ રાજકીય સંકટનો સામનો કરી રહ્યો છે. બાંગ્લાદેશમાં PM શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા હતા પરંતુ આ દેશમાં તો ખુદ રાષ્ટ્રપતિએ વડાપ્રધાનને બરતરફ કરી દીધા છે. ઉત્તર આફ્રિકાના ટ્યુનિશિયા (Tunisian)માં રાષ્ટ્રપતિ કૈસ સૈદે બુધવારે તેમના વડાપ્રધાન અહેમદ હાચાનીને કોઈ કારણ આપ્યા વિના બરતરફ કરી દીધા. આ સાથે જ તેમના સ્થાને સામાજિક બાબતોના પ્રધાન કામલ માદૌરીની નિમણૂક કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

અહેમદ હચાનીએ ગયા વર્ષે 1 ઓગસ્ટના રોજ નજલા બાઉડેનની જગ્યા લીધી હતી. વાસ્તવમાં રાષ્ટ્રપતિ 2019માં લોકતાંત્રિક રીતે ચૂંટાયા હતા પરંતુ તેમણે 2021માં સત્તા કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમાચાર એ પણ આવ્યા કે 2022માં તેમણે બંધારણમાં સુધારો કર્યો જેથી રાષ્ટ્રપતિ શાસનની પ્રણાલી બનાવવામાં આવી શકે જેમાં સંસદની ખૂબ જ મર્યાદિત સત્તાઓ હશે. હવે 6ઠ્ઠી ઓકટોબરે યોજાનારી ચૂંટણીમાં બીજી ટર્મની માંગ ઉઠી છે.

ગત વર્ષે અન્ય PMને બરખાસ્ત કર્યા હતા

ટ્યુનિશિયા (Tunisian)ના રાષ્ટ્રપતિ કૈસ સઈદે પણ ગયા વર્ષે એક વડાપ્રધાનને બરતરફ કર્યા હતા. આ માટે પણ કોઈ કારણ આપવામાં આવ્યું નથી. નજલા બાઉદેનને હટાવ્યા બાદ જ અહેમદ હચાનીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા પરંતુ હવે તેમને પણ કોઈ કારણ વગર હટાવી દેવામાં આવ્યા છે.

વધુ વાંચો : ભારતીય આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોમાં રામકથા સંસ્થાનને સમર્પિત કરી

2021માં સંસદનું કરવામાં આવ્યું હતું વિસર્જન

જુલાઈ 2021માં ટ્યુનિશિયા (Tunisian)ના રાષ્ટ્રપતિએ દેશના વડાપ્રધાનને બરખાસ્ત કરી દીધા હતા અને સંસદને ભંગ કરી હતી આ બધું એટલા માટે થયું હતું કારણ કે ટ્યુનિશિયા (Tunisian)માં લોકો કોરોના રોગચાળાનો સામનો કરવામાં સરકારની નિષ્ફળતાથી નારાજ હતા અને વિરોધ કરી રહ્યા હતા. સમગ્ર દેશમાંઆ વિરોધ હિંસક બની ગયો. ટ્યુનિશિયા (Tunisian)ના લગભગ દરેક વિસ્તારમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ સાથે હિંસક અથડામણ થઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Ahmed Hachani Tunisian PM Ahmed Hachani Dismissed Tunisian
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ