બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / tulsi religious important tips

ધર્મ / ઘરમાં વાવ્યો છે આ છોડ..? આટલી વાતનું રાખો ધ્યાન નહીંતર થઇ જશો કંગાળ

vtvAdmin

Last Updated: 05:46 PM, 17 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં તુલસીના પાનને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. દેવી-દેવતાઓની સાથે તુલસી પૂજાનું પણ વિશેષ મહત્વ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેવપ્રબોધિની અગીયારસના દિવસે લોકો તુલસી અને ભગવાન શાલિગ્રામ સાથે લગ્ન કરાવે છે.

ઉલ્લેખનીય છે કે, શાલિગ્રામ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી છોડ હોય છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે છે. તુલસીનો ઉપયોગ ચરણામૃત અને પ્રસાદમાં થાય છે. તુલસી વગર, ભગવાન વિષ્ણુની પૂજા અપૂર્ણ માનવામાં આવે છે. 

આવી ધાર્મિક માન્યતાઓને લઇને મોટાભાગના પરિવારોમાં તુલસી ક્યારે જોવા મળે છે. પરંતુ કેટલીકવાર તેમાં મોટી ભૂલો થાય છે, જેના કારણે ઘરમાં આર્થિક સમસ્યા આવે છે. ચાલો જાણીએ કે કેવી રીતે તુલસી લગાવવી શુભ ગણાય:

આપને જણાવી દઇએ કે, તુલસીની આસપાસ ક્યારેય ગંદકી ન હોવી જોઈએ. આ પવિત્ર છોડ સ્વચ્છ જગ્યાએ રાખવો જોઈએ, નહીં તો તે સૂકાવા લાગે છે. જો ઘરમાં તુલસી હોય તો અઠવાડિયામાં ઓછામાં ઓછા એકવાર તેને ગાયના છાણથી લીપવો જોઇએ. 

સ્નાન બાદ તુલસી ક્યારામાં જળ ચડાવવું જોઇએ. કેટલાક લોકો ધૂપ-દીપ પછી તુલસીને જળ અર્પણ કરે છે. જે યોગ્ય નથી. આ સાથે જ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે દીવો બુઝાઇ જાય ત્યારે તુલસી ક્યારા નજીકથી તેને હટાવી લેવો જોઇએ. 

આ સાથે જ મહિલાઓએ ખુલ્લા વાળ રાખીને તુલસીની પૂજા ન કરવી જોઇએ. કેટલાક લોકો તુલસીને ચૂંદડી ઓઢાડે છે અને માં સંબોધન પણ કરે છે. આવા સમયે જ્યારે ચૂંદળી જુની થઇ જાય ત્યારે તે બદલવી જોઇએ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Religious News important tips tulsi Religion
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ