tuesday horoscope based on zodiac shows how your day will be spent
મોટો મંગળ /
આજના દિવસે ભૂલથી પણ ન કરતાં આ કામ, નહીં તો જીવનભર ચૂકવવી પડશે કિંમત
Team VTV08:49 AM, 24 May 22
| Updated: 11:33 AM, 24 May 22
આજના મંગલવારનું હિન્દુ ધર્મમાં વિષેશ મહત્વ માનવામાં આવે છે. આજના દિવસે બુઢવા મંગળ અથવા મોટો મંગળ માનવામાં આવે છે. આજે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. જાણો મહત્વ
આજનું પંચાંગ
24 05 2022 મંગળવાર
માસ વૈશાખ
પક્ષ કૃષ્ણ
તિથિ દશમ
નક્ષત્ર પૂર્વભાદ્રપદ
યોગ વિશ્કુમ્ભ
કરણ વાણિજ
રાશિ કુંભ (ગ,સ,શ,ષ) (સાંજે 04.25 પછી મીન (દ,ચ,ઝ,થ)
----------------------
દેવ દર્શન - સિદ્ધિ વિનાયક મંદિર, નવા વાડજ, અમદાવાદ
અમદાવાદના અખબાર નગર - કીટલી સર્કલ પાસે આવેલું સિદ્ધિવિનાયક ગણેશ મંદિર આ વિસ્તારમાં ઘણું જાણીતું છે અને મોટી સંખ્યામાં લોકો અહીં રોજ દર્શનાર્થે આવે છે.
મંગળવારે અને ગણપતિ ચોથના દિવસે અચૂક દર્શનાર્થે લોકો ઉમટી પડે છે.
ખાસ ગણપતિ ચોથની સંધ્યા આરતીમાં અસંખ્ય ભક્તો આસપાસના વિસ્તારમાંથી પણ હાજરી આપે છે.
દર મંગળવારે અહીંયા સરસ મજાનો માહોલ જામે છે. એમાં પણ જો સંકટ ચતુર્થી હોય તો આખુ મંદિર ભગવાન ગણેશની ભક્તિમાં ઝૂમી ઉઠે છે.
શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.04 થી 12.48 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.09 થી સાંજે 04.31 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)
--------------------------------------- મેષ (અ.લ.ઈ.)
કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે
ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે
જમીન અથવા ખેતીમાં લાભ જણાશે
નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય
કુંભ (ગ.શ.ષ.સ.)
ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે
પદોન્નતિ માટે નવી તકો મળશે
પરિવારનો પ્રેમ મેળવી શકશો
આપના મનની મૂંઝવણો દૂર થશે
મીન (દ.ચ.ઝ.થ)
કામકાજમાં સાવચેતીથી કામ કરવું
અચાનક ખર્ચથી પરેશાની વધશે
સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે
નોકરીયાત વર્ગ માટે સારો સમય છે
આજે બીજો મોટો મંગળ છે
આજે એટલે કે 24 મેના રોજ બીજો મોટો મંગળ છે. આ સાથે આજે વિશ્વકુંભ યોગ પણ રચાઈ રહ્યો છે. આજના દિવસે વ્રત રાખીને હનુમાનજીની પૂજા કરો, તેમને ભોગ ધરાવો, ચોલા ચઢાવો, તેનાથી હનુમાનજી પ્રસન્ન થશે અને બધા દુ:ખ દૂર કરશે. આ સિવાય આ દિવસે કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરો.
કરજ આપવું કે લેવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ દિવસે આપેલ લોનના પૈસા પરત થતા નથી. સાથે જ ઉછીના લીધેલા પૈસા ચુકવવામાં પણ ઘણી મુશ્કેલી પડે છે. તો આજે આવો કોઈ વ્યવહાર ન કરો.
આટલું ન કરશો
આજના ના દિવસે ભૂલથી પણ નોન-વેજ-આલ્કોહોલનું સેવન ન કરો. આજે પણ લસણ, ડુંગળી અને મીઠું ન ખાઓ. જો તમે ઉપવાસ ન કરો તો પણ આજે સાત્વિક ભોજન જ ખાઓ.