બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / ફેટી લિવરમાં આ શાકભાજીઓનો જ્યૂસ છે ફાયદાકારક, શરીરને થશે એકસાથે અનેક લાભ
Last Updated: 02:48 PM, 4 January 2025
લિવર આપણા શરીરનો મહત્ત્વપૂર્ણ અંગ છે. તે પાચન, ચયાપચય અને ડિટોક્સિફિકેશનમાં અગત્યની ભૂમિકા ભજવે છે. જો કે, લિવરની સાવચેતી રાખવામાં ન આવે તો આપણને હિપેટાઇટિસ, સિરોસિસ, ફેટી લિવર જેવા રોગો થવાની શક્યતા બની રહે છે. આનું મુખ્ય કારણ વધારે પડતો તળેલો ખોરાક અને કેલરીયુક્ત ખોરાક હોઈ શકે છે. હવે જો તેને નિયંત્રિત કરવું હોય તો, તમારે આહારમાં ફેરફાર કરવો જરૂરી છે. તો ચાલો જાણીએ કે, કયા શાકભાજીનું સેવન કરીને આ ફેટી લિવરને કંટ્રોલ કરી શકાય.
ADVERTISEMENT
પાલકનો રસઃ પાલકનો રસ લિવરમાં જામી ગયેલ ચરબીને ઓગાળવામાં મદદ કરે છે. તે લિવરની કામગીરીને વધુ ઝડપી બનાવે છે. ખરેખરમાં જોવા જઈએ તો, પાલકનો રસ લિવરમાં રહેલ કોષોમાં જાય છે અને પછી તે ચરબીના લિપિડને ઓગાળવામાં મદદ કરે છે. આમ જોવા જઈએ તો, આ લિવર માટે ડિટોક્સિફાઈંગ એજન્ટ તરીકેનું કામ કરે છે. આ પાણી ખરેખરમાં પેટ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આની મદદથી કબજિયાત અને આંતરડાની સમસ્યાઓ દૂર થાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો: પેટથી લઇને સ્કીન સુધીની બીમારીઓથી મળશે રાહત, બસ રોજ સવારમાં ઉઠીને પીઓ આ ગ્રીન જ્યૂસ
લીંબુનો રસ: લિવરને ડિટોક્સ કરવા અને તેની કામગીરીમાં સુધારો કરવા માટે લીંબુનો રસ એ એક ઉત્તમ ઉપાય છે. ખાટા ફળોમાં એન્ટીઑકિસડન્ટો અને વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. લીંબુનો રસ પાચનક્રિયા સુધારે છે અને પેટનું ફૂલવાનું પણ ઘટાડે છે.
ગાજરનો રસ: ગાજરમાં ભરપૂર માત્રામાં બીટા કેરોટીન હોય છે, જે શરીરમાં વિટામિન Aમાં પરિવર્તિત થાય છે. વિટામિન A લિવરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે તે લિવરને નુકસાન થવાથી બચાવવામાં મદદ કરે છે. તેમજ ગાજરનો રસ પાચન અને ડિટોક્સિફિકેશનને સુધારવામાં પણ મદદ કરે છે.
બીટનો રસ: બીટનો રસ એ લિવરને ડિટોક્સિફાય કરવા અને તેની કામગીરીમાં સુધારો કરવા માટેનો એક શ્રેષ્ઠ ઉપાય છે. તેમાં એન્ટીઑકિસડન્ટની માત્રા વધુ પ્રમાણમાં હોય છે અને લોહીને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે. લિવરના સારા સ્વાસ્થ્ય માટે તમારા આહારમાં બીટનો રસ સામેલ કરવો એક રામબાણ ઉપાય છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT