બાળપણમાં દરેક વ્યક્તિએ શાળામાં રંગીન કે સાદા ચોકથી રમવાની મજા માણી જ હશે. હજુ પણ ક્યારેક તમે તમારા બાળકોને ચોકથી રમતા જોતાં હશો. પણ શું તમે એ જાણો છો કે આ ચોક ફક્ત બોર્ડ પર લખવાનું કામ કરે છે એવું નથી. ઘરના કેટલાક એવા મુશ્કેલ કામ હોય છે જેને તમે ચોકની મદદથી સરળતાથી કરી શકો છો.
સસ્તા ચોકના છે મોટા અને કામના ઉપયોગ
ઘરના અનેક કામમાં ઉપયોગી છે ચોક
આ કામોમાં લઈ શકાશે ચોકની મદદ
ચાંદીના વાસણ ચમકાવવા હોય, કપડાંના ડાઘ દૂર કરવા હોય, ટૂલ બોક્સના સાધનો સારા રાખવા હોય કે પછી કપડાંની સ્મેલ દૂર કરવી હોય, કીડીઓ ભગાડવી હોય તો આ સાદો ચોક તમારી મદદ કરી શકે છે. જાણો કઈ રીતે ચોકનો ઉપયોગ કરશો તો તમારા કામ સરળતાથી થઈ જશે.
ચાંદીના વાસણો ચમકાવવા કરો ચોકનો ઉપયોગ - ફાઈલ ફોટો
ચાંદીના વાસણ ચમકશે
ચાંદીના વાસણ થોડા સમય બાદ ચમક ખોવી દે છે. તેની સાથે ચૉકના કેટલાક ટુકડા રાખો. તેની ચમક ખોવાશે નહીં. ચૉક ભેજ શોષે છે અને વાસણ સારા રાખે છે.
કપડાંના ડાઘ હટશે
સ્યાહી, પરસેવો કે ગ્રીસના નિશાન ચૉક સરળતાથી સાફ કરે છે. ડાઘ પર ચૉકનો ભૂકો નાંખી રાતભર રહેવા દો અને પછી ધોઇ લો. ડાઘ નીકળી જશે.
ટૂલ બોક્સના સાધનો રાખશે સારા
ટૂલ બોક્સના સાધનો વારેઘડી ઉપયોગમાં ન લેવાય તો તેની પર કાટ લાગે છે. તેમાં ચૉક રાખી દો. તે કાટ લાગતાં રોકશે અને સાધનો ગમે ત્યારે સારા રહેશે.
કપડાંના ડાઘ દૂર કરવા કરો ચોકનો ઉપયોગ- ફાઈલ ફોટો
કપડાંની સ્મેલ કરશે દૂર
તમે ધોવાના કપડાંને લોન્ડ્રી બેગમાં ભેગા કરો છો અને જો તેમાંથી સ્મેલ આવે છે તો તમે તેની સાથે ચૉકની સ્ટીક્સ રાખો. તેનાથી કપડાંની સ્મેલ ઓછી થઇ જાય છે.
કીડીઓથી મળશે રાહત
તમે કીડી અને કોક્રોચથી હેરાન છો તો તમે લક્ષ્મણ રેખા સિવાય સાદા ચૉકનો પ્રયોગ પણ કરી શકો છો. તેની એક લાઇન કરી દો. કીડીઓ આવતી બંધ થશે.
ફર્નિચરનું સેટિંગ
જ્યારે ફર્નિચરને એક જગ્યાએથી બીજી જગ્યાએ હટાવવું હોય ત્યારે નવી જગ્યાને ચૉકથી માર્ક કરી લો. જ્યારે સેટિંગ થઇ જાય ત્યારે તમે તે નિશાન ભીનાં કપડાંથી સાફ કરી લો.