બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / દિવાળી / ઓછી મહેનતે ચમકશે તમારું ઘર, દિવાળીની સફાઈ કરવા અજમાવો આ સરળ ટ્રિક્સ
Last Updated: 12:31 PM, 18 October 2024
દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. તહેવાર પહેલા લોકો ઘરની સફાઈ પણ કરાવતા હોય છે. આ સફાઈ દરમિયાન ઘરનું ઘણું કામ ફેલાય છે. જેમાં પડદા ધોવાથી લઈને રસોડાના ફ્લોર, સ્લેબ અને ચીમનીમાંથી સ્ટીકી લેયરને દુર કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. આ સ્થિતિમાં કેટલીક સરળ ટ્રિકથી તમે ન માત્ર પરેશાનીથી બચી શકો છો, પરંતુ મહેનત પણ ઓછી લાગે છે.
ADVERTISEMENT
વધુ વાંચો : BSNLના યુઝર્સની બલ્લે બલ્લે! જલ્દી શરૂ થશે 5G સર્વિસ, ટેલિકોમ મંત્રીએ જણાવી તારીખ
ADVERTISEMENT
ADVERTISEMENT
દિવાળીની સફાઈ દરમિયાન તાંબા અને પિત્તળના વાસણોને પણ સાફ કરવામાં આવે છે. જેમાં ઘણી મહેનત કરવી પડે છે. તાંબા અને પિત્તળના વાસણો સાફ કરવા પાણીમાં સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુનો અર્ક નાખો. તેમાં થોડું વિનેગર એડ કરો, આ પાણીમાં તાંબા અને પિત્તળના વાસણોને થોડી વાર રહેવા દો. બાદમાં તેને સ્ક્રબરથી સાફ કરો. બાદમાં તમારા વાસણો ચમકવા લાગશે.
વધુ વાંચો : તમે નથી કરતાને આવી ભૂલો? સેક્સ સમયે કોન્ડોમનો ઉપયોગ છતા પણ ગર્ભ રહેવાનો ખતરો!
ADVERTISEMENT
ઘરની બારીઓ અને દરવાજા પરના પડદા ધોવા હોય તો પહેલા ગરમ પાણી કરો અને વાઈટ વિનેગરની સાથે ડિટર્જન્ટ પાવડર મિક્સ કરીને તેને પલાળી રાખો. બાદમાં તેને મશીનમાં કે હાથથી ધોવાથી બધી ગંદકી સરળતાથી દૂર થઈ જશે અને પડદા નવા જેવા દેખાવા લાગશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
રસોડાની ચીમની, દિવાલો અને ફ્લોર પરના સ્ટીકી સ્ટેનને સાફ કરવા ઘણી મેહનત કરવી પડતી હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક કપ બેકિંગ સોડા લો અને તેમાં વિનેગર મિક્સ કરો. ફ્લોર પર જ્યાં પણ ડાઘા હોય ત્યાં આ મિશ્રણને નાખો અને થોડીવાર માટે છોડી દો. આનાથી ડાઘ સરળતાથી સાફ થઈ જશે. ચીમનીની ચીકણાસને સાફ કરવા માટે લીંબુ, ખાવાનો સોડા, વિનેગર, ડીટરજન્ટ અને હૂંફાળા પાણીનું મિશ્રણ બનાવો. આ સોલ્યુશનથી ચીમની સાફ થઈ જશે.
રસોડામાં વંદા આવતા હોય છે, જ્યારે ઘરના ખૂણામાં વધુ ભેજ હોય છે ત્યારે વંદા અને જંતુઓનું પ્રમાણ વધી જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લવિંગની પેસ્ટને ગરમ પાણીમાં મિક્સ કરો અને તેને એવી જગ્યાએ છોડી દો જ્યાં કોકરોચ હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.