બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Try potato poha At Home you never forget the test

રેસિપી / આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ બટાકા પૌંઆ, નહીં ભૂલાય સ્વાદ

Bhushita

Last Updated: 06:08 PM, 30 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે પૌંઆનું નામ આવે એટલે તમારા મનમાં એક જ ચીજ આવે છે. તે પણ પરંપરાગત બટાકા પૌંઆ. જો કે દરેક ગુજરાતી ઘરોમાં પૌંઆ તો બનતા જ હોય છે અને તે દરેકને ગમતા પણ હોય છે. ઝડપથી બની જતો આ હેલ્ધી નાસ્તો તમારી સવારને સુધારી દે છે. તો જાણી લો બટાકા પૌંઆ બનાવવાની સરળ રેસિપી.

બટાકા પૌંઆ

સામગ્રી

- ત્રણસો ગ્રામ પૌંઆ
- બસો ગ્રામ બટાકા
- એક ચમચો ખાંડ
- કોપરાનું છીણ
- દ્રાક્ષ 
- કાજુ
- લીલાં મરચાં
- આદું
- કોથમીર
- લીંબુ
- મીઠું
- રાઈ
- તેલ

રીત 

પૌંઆ સાફ કરી, ધોઈ અને તેને કોરા કરો. બટાકાને બાફી, છાલ કાઢી કટકા કરો. દ્રાક્ષને ધૂઓ, કાજુના કટકા કરી, આદુ-મરચાંને ઝીણા સમારો. તેલ ગરમ કરવા મૂકો. હવે તેમાં રાઈ, હિંગનો વઘાર કરી તેમાં પૌંઆ, બટાકા હલાવો. ખાંડ, લીંબુનો રસ, મીઠું, દ્રાક્ષ, કાજુના ટુકડા નાંખીને બરાબર હલાવો. સમારેલી કોથમીરને કોપરાનું છીણ ભભરાવીને ઉપયોગ કરો. આ સિવાય તમે ઈચ્છો તો તેની પર ઝીણી સેવ અને બીટનું છીણ પણ નાંખી શકો છો. તે હેલ્થ માટે ફાયદારૂપ છે. તૈયાર છે તમારા ગરમાગરમ પૌંઆ.

સંકળાયેલા મુદ્દાઓ

Poha Potato Recipe test નાસ્તો પૌંઆ બટાકા બટાકા પૌંઆ રેસિપી recipe
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ