બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / Trump's biggest decision overturned by US court, Indians will benefit the most

રાહત / ટ્રમ્પનો આ સૌથી મોટો નિર્ણય અમેરિકી કોર્ટે પલટી કાઢ્યો, ભારતીયોને થશે સૌથી વધુ ફાયદો

Last Updated: 10:32 PM, 2 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં કામ કરતા ભારતના ટેક પ્રોફેશનલ્સ માટે રાહતના સમાચાર છે. H-1B વિઝાને લઈને અમેરિકી કોર્ટના નિર્ણયથી ભારતીયોને જે મોટો ડર સતાવી રહ્યો હતો તે દૂર થયો છે. કોર્ટે પ્રેસિડેન્ટ ટ્રમ્પના ચુકાદાને પલટી નાખ્યો હતો.

  • અમેરિકાની કોર્ટનો મોટો નિર્ણય
  • પ્રવાસી ભારતીય સમુદાયને મળશે રાહત 
  • ટ્રમ્પના નિર્ણયને કોર્ટે પલટાવી નાખ્યો 

અમેરિકામાં કામ કરતા ભારતના ટેક પ્રોફેશનલ્સ માટે રાહતના સમાચાર છે. ઓક્ટોબરમાં, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા એચ -1 બી વિઝા (VISA H-1B) પ્રોગ્રામમાં કરાયેલા બદલાવને અમેરિકી કોર્ટે રદ્દ કરી દીધાં છે. આ સાથે હવે ભારતીય કુશળ કારીગરો અથવા વ્યાવસાયિકો હવે પહેલાની જેમ અમેરિકામાં કામ કરી શકશે.

શું છે મામલો?

કોરોના વાયરસ પછી, આ વર્ષે ઓક્ટોબરમાં, યુએસ પ્રમુખ ટ્રમ્પે એચ -1 બી વિઝા પ્રોગ્રામમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો હતો. ટ્રમ્પ પ્રશાસન દ્વારા આ નિર્ણય પાછળ માન્યતા એવી હતી કે કોરોના ને કારણે ઘણા અમેરિકનો તેમની નોકરી ગુમાવી ચૂક્યા છે, બહારથી આવતા લોકોને અટકાવીને સ્થાનિક લોકોને તે નોકરી આપી શકાય છે. 

આ હેતુ સાથે, વિદેશી વ્યાવસાયિકોની ભરતી કરતી કંપનીઓ પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. નવા નિયમો એટલા કડક હતા કે આશરે એક તૃતીયાંશ અરજદારોને એચ -1 બી વિઝા મળી શક્યા ન હતા. હવે સત્તા બદલાયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પના આ આદેશમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

આટલા લોકો પર અસર પડી હોત

મહત્વનું છે કે દર વર્ષે અમેરિકાની સરકાર બહારથી આવતા તમામ ક્ષેત્રોમાં કાર્યરત પ્રોફેશનલ્સ માટે 85 હજાર એચ -1 બી વિઝા આપે છે. તેમાં આઇટી પ્રોફેશનલ્સની સંખ્યા સૌથી વધુ છે. યુ.એસ.માં હાલમાં લગભગ 6 લાખ એચ -1 બી વિઝા ધારકો કાર્યરત છે. તેમાંથી મોટા ભાગના ભારતના છે જ્યારે ચીન બીજા ક્રમે છે. 

કોર્ટે શું કહ્યું?

કેલિફોર્નિયાના ડિસ્ટ્રિક્ટ જજ જેફરી વ્હાઇટે ટ્રમ્પના એચ -1 બી વિઝા અંગેના આદેશને રદ કરતાં કહ્યું હતું કે સરકારે નિર્ણય કરતી વખતે પારદર્શિતા પ્રક્રિયાને પૂર્ણપણે અનુસરી નથી. કોરોના મહામારીને લીધે ગયેલા લોકોની નોકરીને કારણે નિર્ણય લેવાનો સરકારનો નિર્ણય સંપૂર્ણપણે ખોટો છે. જસ્ટિસ જેફરીએ કહ્યું, ' કોરોના એ એક મહામારી છે જે કોઈના નિયંત્રણમાં નથી, પરંતુ આ મામલે વધુ સભાન બનીને પગલાં લઈ શકાયા હોત.

સંકળાયેલા મુદ્દાઓ

H1B visa USA federal court president trump એચ -1 બી વિઝા કોરોના Relief
Nirav
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ