ટ્રંપની દુનિયાને ધમકી, દમ હોય તો 4 નવેમ્બર પછી ઈરાન પાસેથી ખરીદો તેલ

By : krupamehta 11:11 AM, 12 October 2018 | Updated : 11:11 AM, 12 October 2018
અમેરિકાના પ્રતિબંધ બાદ પણ ભારત અને રશિયા વચ્ચે રાફેલ ડીલ પર મહોર લાગી. તો આ વાત અમેરિકાને પચી નહીં. જેના પગલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ઈરાન પ્રતિબંધનો હવાલો આપતા સમગ્ર વિશ્વને ધમકી આપતા કહ્યું કે, જો કોઈ દેશ ઈરાન પાસેથી કાચુ તેલ ખરીદશે તો સખતમાં સખત પગલા લેવામાં આવશે. 

ડોનાલ્ડ ટ્રંપે ઈરાનથી કાચું તેલ આયાત કરવાના મુદ્દે ચેતવણી આપતા કહ્યું કે, 4 નવેમ્બર સુધી ઈરાનથી આવતા કાચા તેલની આયત ઘટાડીને શૂન્ય કરવામાં આવે, એમ નહીં કરનારા દેશને અમેરિકા જોઈ લેશે. જ્યારે ભારત અને ચીનને પણ જોઈ લેવાની ધમકી આપી છે. 

ઉલ્લેખનીય છે કે, ટ્રંપે અમેરિકાને 2015માં થયેલા ઈરાન પરમાણુ સમજૂતીથી અલગ કરી દીધુ હતું અને એની પર ફરીથી પ્રતિબંધ લગાવ્યો. ટ્રંપે ઇરાનથી તેલ આયાત કરનાર દેશોને 4 નવેમ્બર સુધી પોતાની આયાત ઘટાડીને શૂન્ય કરવા માટે કહ્યું છે. 

ટ્રંપે મે મહિનામાં અમેરિકાને 2015માં થયેલા ઇરાન પરમાણું કરારથી અલગ કરી દીધો હતો અને એની પર ફરીથી પ્રતિબંધ લગાવ્યો. Recent Story

Popular Story