બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / સુંદર પિચાઇથી લઇને મેલોની-જયશંકર સુધી, એ દિગ્ગજો કે જેને ટ્રમ્પના શપથ ગ્રહણમાં લગાવ્યા ચાર ચાંદ

Photos / સુંદર પિચાઇથી લઇને મેલોની-જયશંકર સુધી, એ દિગ્ગજો કે જેને ટ્રમ્પના શપથ ગ્રહણમાં લગાવ્યા ચાર ચાંદ

Last Updated: 12:33 AM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં વિશ્વભરમાંથી અનેક દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ તમામ દિગ્ગજોએ આ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપીને કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

અમેરિકામાં આજથી નવા યુગનો પ્રારંભ થયો છે. જી હાં અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈને ઇતિહાસ રચી દીધો છે. રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો આ બીજો કાર્યકાળ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન સંસ્થાઓને એક નવો આકાર આપવા જઈ રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પના આ કાર્યક્રમમાં વિશ્વભરમાંથી અનેક દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ તમામ દિગ્ગજોએ આ શપથગ્રહણ સમારોહમાં હાજરી આપીને કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં માર્ક ઝુકરબર્ગ, જેફ બેઝોસ, સુંદર પિચાઈ અને એલોન મસ્ક સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયો મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યું હતું. ભારતના વિદેશમંત્રી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

તો સાથે સાથે વિવેક રામાસ્વામી અને સુસી વિલ્સે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને તેમની પુત્રી કાઈ ટ્રમ્પ રોટુન્ડા ખાતે 60મા રાષ્ટ્રપતિના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન, બોક્સર જેક પોલ અને કુસ્તીબાજ લોગન પોલ પણ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ.બુશ, ભૂતપૂર્વ પ્રથમ મહિલા લૌરા બુશ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા 60મા રાષ્ટ્રપતિના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં હોલ ખીચોખીચ ભરેલો હતો.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોકો તરફથી અભિવાદન સ્વિકાર્યું હતું.

વધુ વાંચો : 'હવેથી કોઈ પણ દેશને અમે અમારો ફાયદો નહીં ઉઠાવવા દઈએ', રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પનો હુંકાર

ડોનાલ્ડ ટ્રમ્પે 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ જો બાઈડન અને કમલા હેરિસ તરફથી શુભેચ્છાઓ સ્વીકારી. રિપબ્લિકન પાર્ટીના નેતા ડોનાલ્ડ ટ્રમ્પ એક મજબૂત માણસ અને શક્તિશાળી રાષ્ટ્રપતિના વિઝન સાથે વ્હાઇટ હાઉસ પરત ફર્યા છે. તેમણે ઇમિગ્રેશન, ટેરિફ અને ઉર્જા સહિત ઘણા ક્ષેત્રોમાં યુએસ નીતિઓમાં આક્રમક ફેરફાર કરવાનું વચન પણ આપ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DonaldTrumpInauguration DonaldTrumpOathCeremony Donald Trump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ