બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / જગત જમાદાર! ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ પદે લીધા શપથ, બીજી વાર બન્યાં રાષ્ટ્રપતિ
Last Updated: 10:41 PM, 20 January 2025
ADVERTISEMENT
રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યાના અઢી મહિના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળી લીધી છે. રાજધાની વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ હિલની અંદર યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે ડોનાલ્ડ ટ્રમ્પને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાં હતા. ટ્રમ્પે બે બાઈબલ પર હાથ રાખીને શપથ લીધાં હતા. આ સાથે તેઓ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યાં છે. ટ્રમ્પની સાથે જેડી વેન્સે પણ ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધાં હતા.
ADVERTISEMENT
બીજી વાર બન્યા અમેરિકાના રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાં છે. આ પહેલાં 2016માં તેઓ રાષ્ટ્રપતિ બન્યાં હતા.
JUST IN: President-elect Donald J. Trump is introduced at his second inauguration ceremony where he will soon be sworn in as the 47th president of the United States. pic.twitter.com/RpuHTT2ibN
— Fox News (@FoxNews) January 20, 2025
35 શબ્દોના શપથ લીધા
અમેરિકાના રાષ્ટ્રપતિના શપથ ફક્ત 35 શબ્દોમાં હોય છે, ટ્રમ્પે પણ 35 શબ્દોની પરંપરાનું પાલન કર્યું. બે બાઈબલ પર હાથ રાખતાં તેમણે કહ્યું કે હું પૂરી નિષ્ઠાપૂર્વક શપથ લઉં છું (અથવા ખાતરીપૂર્વક) કે હું યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિના કાર્યાલયનું ઈમાનદારીથી પાલન કરીશ અને મારી પૂરી તાકાતથી યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણનું રક્ષણ, સંરક્ષણ અને બચાવ કરીશ.
ખુલ્લામાં નહીં સંસદમાં શપથ
હાલમાં અમેરિકામાં ગાત્રો થીજાવતી ઠંડી પડી રહી હોવાથી ટ્રમ્પે ખુલ્લામાં નહીં પરંતુ કેપિટલ હિલની અંદર આવેલા સંસદમાં શપથ લીધા હતા.
શપથ ગ્રહણ સમારોહમાં કોણ કોણ હાજર રહ્યું
ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારત વતી મુકેશ-નીતા અંબાણી, વિદેશ મંત્રી જયશંકર, કલ્પેશ મેહતા અને પંકજ બંસલ તથા ટ્રમ્પની કેબિનેટમાં રહેલા અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્ક, એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ, મેટા સીઈઓ માર્ક ઝકરબર્ગ, એપલના ટિમ કુક, ઓપનએઆઈના સેમ ઓલ્ટમેન અને ટિકટોકના ચીફ શાઉ જી ચ્યુ આ ઐતિહાસિક પળના સાક્ષી બન્યાં હતા.
વોશિંગ્ટનમાં કડક સુરક્ષા વ્યવસ્થા
ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને વોશિંગ્ટન પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ પર અગાઉ પણ બે વખત જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. શપથ ગ્રહણ સમારોહ માટે શહેરમાં લગભગ 25 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, દરેક શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવા માટે હેલિકોપ્ટરથી લઈને સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી રહી છે.
શપથ બાદ 100 કાર્યકારી આદેશો પર હસ્તાંક્ષર
રાષ્ટ્રપતિ બન્યા બાદ તરત ટ્રમ્પે 100 કાર્યકારી આદેશો પર હસ્તાંક્ષર કર્યાં હતા. ડોનાલ્ડ ટ્રમ્પ ઇમિગ્રેશન, સરહદ સુરક્ષા, ઊર્જા અને શાસન સંબંધિત એક્ઝિક્યુટિવ ઓર્ડર સહિત ઘણા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યાં હતા.
શપથ લીધા બાદ તરત પુતિન સાથે વાતચીત
અમેરિકાના રાષ્ટ્રપતિ પદે શપથ લીધાં બાદ ટ્રમ્પ રશિયન પ્રેસિડન્ટ પુતિનને ફોન ઘુમાવ્યો હતો અને યુક્રેન યુદ્ધ સંબંધિત ચર્ચા કરી હતી.
5 નવેમ્બરે જાહેર થયું હતું રિઝલ્ટ
ઉલ્લેખનીય છે કે 5 નવેમ્બર 2024ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીનું રિઝલ્ટ જાહેર થયું હતું જેમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનો ભવ્ય વિજય થયો હતો.
શપથ પહેલાં શું કર્યું
ટ્રમ્પે ફ્લોરિડાથી વોશિંગ્ટન ડીસીની ઉડાણ ભરી હતી. રાજધાનીમાં આવ્યાં બાદ ટ્રમ્પ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યાં હતા અને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ટ્રમ્પની સાથે તેમની પત્ની મેલાનિયા અને જેડી વેન્સની પત્ની ઉષા વેન્સ હાજર રહ્યાં હતા.
1789માં પહેલા રાષ્ટ્રપતિ બાદ તમામ રાષ્ટ્રપતિના સમાન શપથ
1789માં અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન પછીના તમામ રાષ્ટ્રપતિઓએ સમાન શપથ લીધા છે. આ પરંપરા સત્તાના શાંતિપૂર્ણ સ્થાનાંતરણનું પ્રતીક છે. શપથ લેતી વખતે રાષ્ટ્રપતિ સામાન્ય રીતે પરંપરાગત બાઇબલ પર હાથ મૂકે છે. આ પ્રથા જ્યોર્જ વોશિંગ્ટનથી શરૂ થઈ હતી, પરંતુ તે ફરજિયાત નથી. રાષ્ટ્રપતિ તેમની શ્રદ્ધા કે માન્યતા અનુસાર અન્ય વિકલ્પો પણ પસંદ કરી શકે છે.
દર ચાર વર્ષે 20 જાન્યુઆરીએ શપથ
અમેરિકાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ વોશિંગ્ટન ડીસીમાં કેપિટોલ હિલમાં દર ચાર વર્ષે 20 જાન્યુઆરીએ યોજાય છે, જેને ઉદ્ઘાટન દિવસ કહેવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.