ટ્રમ્પનો ઇમરાન ખાનને પત્ર, અફઘાન શાંતિ માટે તાલિબાન સાથે વાતચીતમાં મદદ કરે PAK

By : hiren joshi 11:49 PM, 03 December 2018 | Updated : 11:49 PM, 03 December 2018
ઇસ્લામાબાદઃ આતંકવાદ પર બેવડુ વલણ અપનાવનાર પાકિસ્તાનથી અમેરિકા ખુબ નારાજ છે. અમેરીકા દ્વારા પાકિસ્તાનને આપવામાં આવનારી મદદ પણ અટકાવી દીધી હતી. જો કે હવે પાકિસ્તાનનાં મંત્રીએ દાવો કર્યો કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્ર લખીને પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન પાસેથી સહયોગ માગ્યો છે.

ફવાદ ચૌધરીએ કહ્યું કે, ટ્રમ્પે ખાનને પત્ર લખીને અફધાન શાંતિ વાર્તા માટે મદદ માગી છે. ટ્રમ્પે અફધાની સેના અને અફધાન આતંકવાદીઓ વચ્ચે 17 વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા ઈચ્છા વ્યકત કરી હતી. આ મામલે હવે ટ્રમ્પે ઇમરાન ખાનને પત્ર લખીને મદદ માગી છે.
લખ્યુ છે કે, પાકિસ્તાન સાથેના સંબંધ અમેરિકા માટે ખુબ જ મહત્વપુર્ણ છે. આ સાથે જ અફઘાન સંઘર્ષનું સમાધાન કાઢવામાં પણ તેની ખુબ મોટી ભુમિકા છે. જો કે ઇસ્લામાબાદમાં અમેરિકા દૂતાવાસે આ પત્ર પર કોઇ ટિપ્પણી કરી ન હતી.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન અફઘાન મુદ્દે રાજકીય સમાધાન કાઢવાના પ્રકારોને શોધવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે.Recent Story

Popular Story