બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ભારત-અમેરિકા વચ્ચે F 35 ફાઈટર જેટ ડીલ થતાં પાકના પેટમાં રેડાયું તેલ, શાંતિ આવી યાદ

વિશ્વ / ભારત-અમેરિકા વચ્ચે F 35 ફાઈટર જેટ ડીલ થતાં પાકના પેટમાં રેડાયું તેલ, શાંતિ આવી યાદ

Last Updated: 06:11 PM, 14 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

F-35 Fighter Jet : ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે ભારતને યુએસ આર્મીનું સૌથી શક્તિશાળી ફાઇટર જેટ F-35 વેચવા માટે તૈયાર છીએ, ડોનાલ્ડ ટ્રમ્પની આ ઓફરથી પાકિસ્તાન નારાજ, જાણો શું કહ્યું ?

F-35 Fighter Jet : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે, તેઓ ભારતને F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ (F-35 Fighter Jet)વેચવા માંગે છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે ભારતને યુએસ આર્મીનું સૌથી શક્તિશાળી ફાઇટર જેટ F-35 વેચવા માટે તૈયાર છીએ. ટ્રમ્પે PM મોદી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી હતી. જોકે આ તરફ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ ઓફરથી પાકિસ્તાન નારાજ છે.

પાકિસ્તાન થયું ગુસ્સે

એક ન્યૂઝ અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા શફકત અલી ખાને કહ્યું કે, જો અમેરિકા ભારતને F-35 ફાઇટર જેટ વેચે છે તો તે પ્રદેશ (દક્ષિણ એશિયા) માં લશ્કરી અસંતુલન વધારશે અને વ્યૂહાત્મક સ્થિરતા ઘટાડશે. આ શાંતિ માટે સારું નથી. તેમણે કહ્યું ક, ભારતને F-35 ફાઇટર જેટ વેચવાનો અમેરિકાનો નિર્ણય એકપક્ષીય, ભ્રામક અને રાજદ્વારી ધોરણોની વિરુદ્ધ છે.

નોંધનીય છે કે, PM મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાનને આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પણ ઠપકો આપવામાં આવ્યો છે. સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કેમ પાકિસ્તાને આતંકવાદી હુમલાઓ કરવા માટે પોતાની ભૂમિનો ઉપયોગ ન કરવો જોઈએ.

વધુ વાંચો :રશિયાનો ચર્નોબિલમાં પરમાણુ રિએક્ટર પર ભયાનક હુમલો, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો મોટો દાવો

શું તમે જાણો છો F-35 ફાઇટર જેટની તાકાત કેટલી છે?

તમને જણાવી દઈએ કે, જો ભારત F-35 ફાઇટર જેટ ખરીદવા માટે સંમત થાય છે, તો તે અમેરિકાનો પહેલો નોન-નાટો અને નોન-પેસિફિક સાથી બનશે. F-35 એ પાંચમી પેઢીનું સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ છે, જે અદ્યતન ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ, ખુલ્લા સ્થાપત્ય, અદ્યતન સેન્સર અને અસાધારણ માહિતી ફ્યુઝન ક્ષમતાઓથી સજ્જ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America F-35 Fighter Jet Pakistan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ