બ્રેકિંગ ન્યુઝ
Parth
Last Updated: 09:25 AM, 22 December 2020
ADVERTISEMENT
ખૂબ જ ખાસ છે આ સન્માન
ભારત અને અમેરિકા વચ્ચે સંબંધોને મજબૂત કરવા માટે પીએમ મોદીને અમેરિકાનાં પ્રતિષ્ઠિત લીજન ઓફ મેરિટ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ અવોર્ડ અમેરિકાનાં સૌથી સન્માનિત અવોર્ડમાંથી એક છે. આ અવોર્ડ અમેરિકાની સેનાના ઓફિસર અથવા દેશ માટે સારું કામ કરનારા અને કોઈ બીજા દેશનાં પ્રમુખને આપવામાં આવે છે.
ADVERTISEMENT
ભારત અને અમેરિકાના સંબંધો ગાઢ બન્યા
અમેરિકાનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રયને પોતાના ટ્વિટમાં લખ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારતીય વડાપ્રધાનને લીજન પફ મેરિટથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ ભારતને ગ્લોબલ સ્ટેજ પર પહોંચાડ્યું છે અને ભારત-અમેરિકા સંબંધોને મજબૂત કર્યા છે જેથી આ સન્માન આપવામાં આવ્યું છે.
અન્ય બે વ્યક્તિને પણ આ જ સન્માન મળ્યું
નોંધનીય છે કે આ સન્માન પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન તથા પૂર્વ જાપાની પીએમ શિન્ઝો આબેને આપવામાં આવ્યો છે.
ટ્રમ્પ અને મોદી વચ્ચે ખાસ દોસ્તી
નોંધનીય છે કે પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે સારી મૈત્રી છે અને આ જ કારણે અમેરિકા સાથે ભારતના સંબંધો વધાર ગાઢ બન્યા છે. મોદી અને ટ્રમ્પની મૈત્રીની વિશ્વભરમાં ચર્ચા થાય છે અને બંને દેશમાં હાઉડી મોદી અને નમસ્તે ટ્રમ્પ જેવા કાર્યક્રમ પણ થયા જેની વિશ્વભરમાં નોંધ લેવાઈ હતી. ટ્રમ્પ હવે વ્હાઈટ હાઉસને અલવિદા કહી દેશે અને હવે બાઈડેન સાથે ભારતે કામ કરવાનું થશે.
અન્ય દેશોએ પણ પીએમ મોદીને આપ્યા છે આવા જ અવોર્ડ
પીએમ મોદીને અમેરિકા જ નહીં આ પહેલા સાઉદી અરબ, પેલેસ્ટાઇન, યુએઈ, રશિયા, માલદીવ સહીતના અનેક દેશોથી સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.